17.50 lac Indian leaved India. why ? ભારતીય લોકો ભારત શા માટે છોડી રહ્યા છે?

Indian :છેલ્લા 13 વર્ષમાં 17.50 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. આ લોકો વિદેશમાં જઈને રહેવા લાગ્યા છે તે બાબતે હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2023 પણ આવી ગયો છે. તેમાં ભારત દેશ છોડનાર નાગરિકોની તમામ વિગતો આપવામાં આવી છે માત્ર એટલું જ નહીં પણ એમ પણ જણાવ્યું છે કે આખરે લોકો ભારતની નાગરિકતા છોડીને વિદેશમાં શા માટે જઈ રહ્યા છે. તો આ લેખ દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું

કોરોના બાદ સૌથી વધુ લોકો વિદેશ વસ્યા.

મોન્સૂન સત્ર દરમિયાન સાંસદ કીર્તિ ચિદમ્બરના સવાલના જવાબમાં કેન્દ્રીય વિદેશ મંત્રાલય જણાવ્યું કે કોરોના બાદ 2022 માં સૌથી વધારે અઢી લાખ લોકો એ ભારતની નાગરિકતા છોડી છે કોરોના દરમિયાન એટલે કે 2020 માં સૌથી ઓછા ૮૫ હજાર અને 2021 માં 1.63 લાખ લોકો વિદેશમાં જઈને વસવા લાગ્યા છે.

કયા દેશોની નાગરિકતા લઈ રહ્યા છે Indian.

લોકો પાકિસ્તાન બાંગ્લાદેશ ની પણ નાગરિકતા લઈ રહ્યા. કેન્દ્રીય વિદેશ મંત્રાલય જણાવ્યા મુજબ 135 દિવસોની યાદી જાહેર કરી છે જ્યાં આ 17.50 લાખ કરતા પણ વધારે લોકો ગયા છે. ચુકાવનારી વાત તો એ છે કે ભારતની નાગરિકતા છોડીને ઘણા લોકો પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા નેપાળ અને ચીન જેવા દેશોની પણ નાગરિકતા લેવા તૈયાર છે અને જય પણ ચૂક્યા છે. સૌથી વધારે લોકો જ્યાં ગયા છે તે છે અમેરિકા. અમેરિકાના ગયેલા લોકોની સંખ્યા ની વાત કરીએ તો સાત લાખ જેવો આંકડો સામે આવ્યો છે. આ સિવાય બ્રિટન રસિયા જાપાન ઇઝરાયેલ ફ્રાંસ ઇટાલી યુએઈ યુક્રેન ન્યૂઝીલેન્ડ કેનેડા જર્મની જેવા દેશોમાં પણ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે

અન્ય દેશોની વાત કરીએ તો કેટલાક લોકોએ યુગાન્ડા પાપુવા ન્યુ ગીની, મોરક્કો, નાઈઝીરીયા નોર્વે જાંબિયા ચીલી જેવા દેશોની નાગરિકતા પણ લીધેલી છે.

ભારતના લોકો (Indian) શા માટે ભારત છોડી રહ્યા છે.

વિદેશી બાબતોના જાણકાર એવા ડોક્ટર આદિત્ય પટેલે જણાવ્યું કે આંકડા ઉપર નજર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે ભારત છોડનારા મોટાભાગના લોકો નોકરી કરનારા છે જેમાં અમીરોની સંખ્યા ઓછી છે. ભારતની નાગરિકતા છોડનાર કરોડપતિ ભારતીયો(Indian)ની સંખ્યા માત્ર અઢી ટકા જ છે જ્યારે બાકીના 97.5% લોકો નોકરી કરનારા છે.

ભારતની નાગરિકતા છોડનાર 90 થી 95 ટકા લોકો પોતાનું સારું કરિયર મેળવવા માટે વિદેશમાં જઈને વસે છે. એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા લોકો નાનો દેશ એટલા માટે પસંદ કરે છે કે જેથી ત્યાં જઈને તે વેપાર કરી શકે. આ દેશોમાં એક્સનો બેઝ પણ ઓછો હોય છે જેનાથી તેમને વેપાર વધારવાની સારી તક મળી રહે છે. આ સિવાય પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા જેવા દેશોમાં જનાર મોટાભાગના ભારતીય લોકો પોતાના અંગત કારણોસર ગયેલા છે

ભારત કોઈને બેવડી નાગરિકતા આપતો નથી.

ડોક્ટર આદિત્યના જણાવ્યા મુજબ ભારત કોઈપણ નાગરિકને બેવડી નાગરિકતા આપતો નથી જેથી કરીને કોઈ બીજા દેશમાં વસવાની ઈચ્છા ધરાવતા લોકોએ ફરજિયાત ભારતની નાગરિકતા છોડવી પડે છે. આજ કારણોને લીધે છેલ્લા થોડાક વર્ષોમાં દેશ છોડના લોકોની સંખ્યામાં વધારો થયો છે 2010 સુધીની વાત કરીએ તો ભારતની નાગરિકતા છોડના લોકો 7% ના વાર્ષિક દરે વધી રહ્યા હતા હવે આદર 29% થઈ ગયો છે.

સરકાર ભારતીયોને(Indian) રોકવા માટે શું પ્રયત્ન કરે છે

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જય શંકરે સંસદમાં આ સવાલ નો જવાબ આપતા કહ્યું કે મોટાભાગના લોકો કામ માટે વિદેશમાં જઈ રહ્યા છે અને ત્યાં ગયા પછી ત્યાંની વ્યક્તિગત સગવડો ને જોતા ત્યાં રહેવા લાગે છે. આ કારણોને જોતા ભારતીયો(Indian)ના પલાયનને રોકવા માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને તેમના પગલાં રૂપે સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ આપીને ભારતમાં નાગરિકોને સારી કરિયરનો વિકલ્પ આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેની અસર જણાઈ રહી છે.

ઉપર જણાવેલા લેખમાં તમામ આંકડાકીય માહિતી 2023 ના આંકડા 26 જૂન સુધીના છે જે વિદેશ મંત્રાલય દ્વારા મેળવેલા છે. ઉપર દર્શાવેલા તમામ લેખ ની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મેળવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીયે છીએ.

Indian
Home PageClick Here
Whatsapp GroupClick Here
Indian

Leave a Comment