Gujarat Family Card Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાંની એક યોજના છે ગુજરાત ફેમિલી કાર યોજના 2023.
હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા આ યોજના રજૂ કરવામાં આવેલી છે. ગુજરાત ફેમીલી કાર્ડ યોજના નું ઉદ્દેશ્ય સરકારી કલ્યાણ યોજનાઓને ફેમિલી કાર્ડ તરીકે ઓળખાતા એક કાર્ડમાં ભેગી કરીને તેમની એક્સેસ ને સરળ બનાવવાનો છે.
ગુજરાત ફેમિલી કાર્ડ યોજના(Gujarat Family Card Yojana 2023) વિશે માહિતી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 22 ડિસેમ્બર ના રોજ ફેમિલી કાર્ડ યોજના રજૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી અને ગુજરાતના તમામ લોકોને એક જ કાર્ડ દ્વારા બધી જ સરકારી યોજનાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે છે. આ યોજના સરકારશ્રીના વિવિધ કાર્ડ ને રિપ્લેસમેન્ટ કરી એક કાર્ડમાં સમાવવાનું છે.
ફેમિલી યુનિટી કાર્ડ એ નક્કી કરે છે કે પરિવારના તમામ લોકો અલગ અલગ લાભ મેળવતા વ્યક્તિગત સભ્યોને બદલે સામૂહિક લાભનો આનંદ મેળવે ગુજરાત સરકાર અને નાગરિકો બંનેને આ યોજનાથી ફાયદો થશે કેમ કે સરકારને વિવિધ કાર્ડ માંથી મુક્તિ મળશે અને લોકોને પણ એક જ કાર્ડ દ્વારા બધી જ યોજનાઓને લાભ મળી શકશે.
ગુજરાત ફેમિલી કાર્ડ યોજના ના ફાયદાઓ
- વિવિધ કાળની જગ્યાએ લોકોને વિવિધ સુવિધાઓ ફેમિલી કાર્ડમાં મર્જ કરવામાં આવશે
- ગુજરાતના લોકોને ફેમિલી કાર્ડ યોજના દ્વારા રાશન નો પુરવઠો આરોગ્યની સેવાઓ અને વિવિધ કૃષિના લાભો સહિત મેળવવાની તક મળશે
- ગુજરાત ફેમિલી કાર્ડ દ્વારા સમગ્ર પરિવારની માહિતી એકીકૃત કરશે અને સુનિશ્ચિત કરશે કે તમામ લાભો એક જ ખાતામાં સરળતા થી મળી રહે
- ફેમિલી કાર્ડ યોજના લાભાર્થીઓને તેમની ફાળવણીની રીયલ ટાઇમ પ્રગતિ પર વગર પ્રયાસે દેખરેખ રાખવા દે છે
ગુજરાત ફેમિલી કાર્ડ(Gujarat Family Card Yojana 2023) માટેની પાત્રતા
- ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે
- આ યોજનામાં બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારનો સમાવેશ થાય છે.
ગુજરાત ફેમિલી કાર્ડ માટેના જરૂરી પુરાવાઓ
- ઘરના દરેક વ્યક્તિનું આધાર કાર્ડ
- જો તમે જોબ કાર્ડ ધરાવતા હોય તો જોબ કાર્ડ
- રેશનકાર્ડ
- મુખ્યમંત્રી અમૃતમ હેલ્થ કાર્ડ્સ
- ડોમીસાઈલ પ્રમાણપત્ર
- ફોટાઓ
- પાનકાર્ડ
- પરિવાર રજીસ્ટર
ફેમિલી કાર્ડ (Gujarat Family Card Yojana 2023)માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો ?
ફેમેલી કાર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઇ હોમ પેજ પરથી નીચે દર્શાવેલા ઓનલાઇન સ્ટેપ મુજબ તમે અરજી કરી શકો છો.
- સ્ટેપ 1 ફેમિલી કાર્ડ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવું
- સ્ટેપ 2 ત્યારબાદ પરિવારના વડીલ સભ્યની અંગત વિગત ભરો
- સ્ટેપ 3 આધારકાર્ડ નંબર અને નામ દાખલ કરો
- સ્ટેપ 4 માગ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- સ્ટેપ 5 સબમિટ બટન પર ક્લિક કરો
ગુજરાત ફેમિલી કાર્ડ નું સ્ટેટસ ચેક કરવા માટે
તમે એક વખત ઓનલાઇન ફેમિલી કાર્ડ પ્રોગ્રામ માટે સફળતાપૂર્વક અરજી કરી દીધા બાદ રજીસ્ટ્રેશન નંબર આપવો જરૂરી છે આ નંબર તમને ફેમેલી કાર્ડની વર્તમાન સ્થિતિ તપાસવા માટે એક્સેસ આપશે.
- તમે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો
- તમારા ફેમિલી કાર્ડની વર્તમાન સ્થિતિ પર અપડેટ્સ જાણી શકો છો.
Official Website | Click Here |
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
શા માટે ફેમિલી કાર્ડ બનાવવું જોઈએ?
ગુજરાત સરકારનો મુખ્ય હેતુ ફેમિલી કાર્ડ(Gujarat Family Card Yojana 2023) દ્વારા વિવિધ સરકારી યોજનાઓને એક જ કાર્ડમાં મર્જ કરવાનો છે. માટે ફેમિલી કાર્ડ બનાવવું જોઈએ જેથી કરી માત્ર એક જ કાર્ડ દ્વારા તમે વિવિધ યોજનાઓનું લાભ લઈ શકો.