Indian Passport : આપણે જાણીએ છીએ તે મુજબ કોઈપણ દેશમાં જવા માટે ભારતીય એ વિઝા લેવા પડે છે. પરંતુ અહીં તમને અમે જણાવી રહ્યા છે તે મુજબ હવેથી ભારતીય પાસપોર્ટ ધારકો કોઈપણ વિઝા વગર 57 દેશનો પ્રવાસ કરી શકશે.
Indian Passport નો રેન્ક
ભારતનો પાસપોર્ટ વધુ મજબૂત થઈ ગયો છે. જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ વર્ષ 2023 માટે પાસપોર્ટ રેન્કિંગ ની યાદી બહાર પાડવામાં આવી છે આ યાદી મુજબ ભારતનો પાસપોર્ટ પાછલા વર્ષની તુલનાએ પાંચ ક્રમ આગળ આવ્યો છે હવે ભારતીય નાગરિકોને 57 દેશોમાં બીજા લીધા વગર મુક્ત પણે જઈ શકશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ભારતનો ક્રમ 80 માં સ્થાન પર છે. આ સ્થાન ભારતનું વર્તમાન રેન્કિંગ ટોગો અને સેનેગલ દેશોને સમકક્ષ પહોંચી ગયું છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા આ રેન્કિંગના આંકડા મેળવવામાં આવ્યા છે
હવેથી ભારતીય નાગરિકો 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી ના અથવા બીજા ઓનરાવલના એક્સેસ મળી ગયા છે.ભારતીય પાસપોર્ટ ના રેન્કિંગ ની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં તેમાં ઘણું સુધારો જોવા મળ્યો છે જે ગયા વર્ષથી પાંચ સ્થાન આગળ આવી 80 માં ક્રમ ઉપર છે.
રેન્કમાં સૌથી પ્રથમ કોણ.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ એ આ યાદી બહાર પાડી છે એ યાદી મુજબ સૌથી ઉપર સિંગાપોર નું નામ છે જે દુનિયાનો સૌથી વધુ મજબૂત પાસપોર્ટ છે સિંગાપોર એ જાપાનને હરાવીને આગળ નીકળ્યો છે. સિંગાપોર ની વાત કરીએ તો સિંગાપુરના પાસપોર્ટ દ્વારા કુલ 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકાય છે.
Indian Passport ને હજુ આટલા દેશમાં વિઝા લેવા પડશે
ભારતીય પાસપોર્ટ (Indian Passport)ધારકોને ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રવાન્ડા, જમૈકા, અને શ્રીલંકા જેવા દેશોમાં બીજા મુક્ત પ્રવેશની અને આગમન પર વિજાની સુવિધા છે આમ છતાં ભારતના નાગરિકોએ વિશ્વભરના 177 દેશોમાં પ્રવેશ કરવા માટે વીજાની જરૂર પડશે તેમાં કેટલાક દેશોમાં ચીન જાપાન, રશિયા, યુએસ અને યુરોપીય સંઘના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. પાસપોર્ટ ઇન્ડેક્સ ની યાદી મુજબ સૌથી છેલ્લા સ્થાન પર અફઘાનિસ્તાન છે.
પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના પાસપોર્ટને પ્રદર્શિત કરવા ક્રમ બંધ રીતે કરવા અને રેન્ક કરવામાં સૌથી વધુ લોકપ્રિય ઇન્ટરેક્ટિવ ઓનલાઇન ટૂલ બની રહ્યું છે. આમ ખાસ કરીને હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ જે મૂળ રૂપથી ડોક્ટર ક્રિસ્ચન એચ કેલિન દ્વારા બનાવવામાં આવ્યો હતો એ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા પર આધારિત છે અને તેમાં 199 પાસપોર્ટ અને 239 પ્રવાસ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમેરિકા અને જાપાનને આંચકો
જાપાન સતત પાંચ વર્ષ સુધી સૌથી આગળ રહેતો દેશ હતો. પરંતુ હવે તે ત્રીજા નંબર ઉપર સરકી ગયો છે તેની પાછળનું કારણ એ છે કે દેશના વિઝા મુક્ત દેશોની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે સિંગાપુરના નાગરિકો કુલ 192 દેશમાં ફ્રી વિઝા એન્ટ્રી મેળવી શકે છે તેની સામે જાપાનના નાગરિકો કુલ ૧૮૯ દેશોમાં ફ્રી વિઝા એન્ટ્રી લઈ શકે છે. આ કારણોને લઇ જાપાનનું પાસપોર્ટ રેન્કિંગમાં નીચે આવ્યો છે અને તેણે ત્રીજું સ્થાન મેળવ્યું છે સાથે સાથે અમેરિકાનું પાસપોર્ટ પણ પહેલા કરતા નબળો પડી ગયો છે અને તે આઠમા સ્થાન પર ગયો છે અમેરિકાના પાસપોર્ટ દ્વારા તમે વિશ્વના કુલ 184 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકો છો.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |