Instagram threads : ટ્વીટરના હરીફ instagram થ્રેડને લોન્ચ કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ તે મુજબ સોશિયલ મીડિયા નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જુદા જુદા પ્લેટફોર્મ દ્વારા લોકો તેમના વિચારો રજૂ કરતા હોય છે. તો સોશિયલ મીડિયાના ઉપયોગ કરતા માટે એક નવું પ્લેટફોર્મ લઇને આવ્યા છે માર્ક જુગર બર્ગ
એલન મસ્કના ટ્વીટર સામે એક નવો હરીફ ઉભો થઈને આવ્યો છે સોશિયલ મીડિયા પર મેતાનું એક નવું પ્લેટફોર્મ Instagram threads લોન્ચ કરવામાં આવ્યુ. લોન્ચ થયાના સાત કલાકમાં જ તેના 10 મિલિયન યુઝર્સ થઈ ગયા ગઈકાલે 6 જુલાઈના રોજ સવારે વિશ્વના 100 દેશોમાં આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું એવું કંપનીના ચીફ માર્ક ઝુકરબરગે જણાવ્યું.
ફાયર ઈમોજી સાથે ઝુકરબરગે થ્રેડના નવા યુઝર્સ નું સ્વાગત કર્યું હતું અને સૌને આવકાર્યા હતા તેમણે ટ્વિટર પર સ્પાઇડરમેન વર્સિસ સ્પાઇડરમેનની મિમ્સ મૂકવામાં આવી હતી. જે મસ્કના ટ્વીટર સામે નવા હરીફનો સૂચન કરતી કટાક્ષ કરતી હોય તે રીતે મૂકવામાં આવી હતી.
કયા કયા સેલિબ્રિટીઝ Instagram threads માં જોડાણા :
Instagram threads માં કીમ કરદાસિયા, જેનિફર લોપેજ, ડેમોક્રેટિક યુએસ પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઑકોર્ટેજ જેવા સેલિબ્રિટી ઓએ instagram threads માં સૌથી પહેલા જોડાયા. સાથે સાથે ભારતના પણ અનેક લોકોએ આ એપ્સ ડાઉનલોડ કરી.
Instagram threads શું છે
થ્રેડને સ્ટેન્ડ અલોન એપ તરીકે લોન્ચ કરવામાં આવી છે. યુઝર્સ તેમના instagram ક્રેડેન્શિયલ્સ નો ઉપયોગ કરીને પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. હાલના instagram ના 2 અબજથી વધુ યુઝર્સ થ્રેડના એક્ટિવ યુઝર્સ થઈ શકશે. માર્ક જુગર બર્ગે મેટાએ ટ્રેડના લોન્ચિંગ સાથે કહ્યું હતું કે તેઓ instagram તેના યુઝર્સને સારામાં સારી સર્વિસ આપે તે તેમનો હેતુ છે યુઝર્સ અહીં તેમના જુદા જુદા ક્રિએટિવ આઈડિયા અને ટેક્સ્ટ રજૂ કરી શકશે.
Instagram threads નો ઉપયોગ કેવી રીતે કરશો .
- તમારા મોબાઇલ ફોનમાં સૌપ્રથમ એપ ડાઉનલોડ કરો.
- ત્યારબાદ તેમાં લોગીન કરવા માટે તમારા instagram એકાઉન્ટનો ઉપયોગ કરો
- instagram ના યુઝર નેમ નું વેરિફિકેશન કરીને તમે પ્રોફાઇલને કસ્ટમાઈઝ કરો
- યુઝર્સ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ફોલો કરવા માટે ઉપયોગ કરી શકે છે
- threads પર મેસેજ અને ઇમોજી અપલોડ કરી શકાશે.
Instagram threads ની મુખ્ય વિશેષતાઓ
- Instagram threads પર યુઝર્સ લોકો દ્વારા પોસ્ટ કરેલી કન્ટેન્ટને ફોલો કરી શકશે
- યુઝર્સ 500 કેરેક્ટર્સથી વધુ લાંબી પોસ્ટ બનાવી શકશે
- જેમાં તે લિંક્સ ફોટો અને પાંચ મિનિટના વિડીયો સામેલ કરી શકશે
- instagram ની સ્ટોરી સાથે પણ તેને પોસ્ટ કરી શકશે.
- બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર લિંક તરીકે પોસ્ટને શેર કરી શકશે.
- યુઝર્સ જેમણે તેમનો ઉલ્લેખ કર્યો હોય તેમને તે થ્રેડમાં જવાબ આપી શકશે..
- Instagram threads માં કોઈને અનફોલો બ્લોક રિસ્ટ્રિક્ટ કે પ્રોફાઈલ રિપોર્ટ કરી શકાશે.
- instagram પર બ્લોક કરેલા એકાઉન્ટ થ્રેડ પર ઓટોમેટીક બ્લોક થઈ જશે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
Download threads App | Click Here |