ISRO Mission : ચંદ્રયાન 3 ની સફળતા બાદ ઇસરોએ જુદા જુદા અન્ય મિશન પણ સફળ રીતે પૂર્ણ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. ઈસરો ચંદ્ર પર સફળ થયા બાદ હવે સૂર્ય મંગળ અને શુક્ર સુધી જવાની તૈયારીઓ કરશે.
મિશન ગગનયાન by ISRO Mission
આ મિશન દ્વારા ISRO Mission ગગનયન ભારતનું સ્પેસમાં પહેલો માનવી મોકલવાની દિશામાં પહેલું પગલું છે. આ મિશન વિશે તમને જણાવીએ તો વર્ષ 2022 માં આ મિશન લોન્ચ થવાનું હતું. પરંતુ હાલ તેમાં વિલંબ થયો છે હવે તે 2025 બાદ સફળ થાય તેવી અપેક્ષા છે. હાલ ગગન યન હ્યુમન સ્પેસ ફ્લાઈટ મિશન પહેલા ઈસરોયે બે માનવ રહિત મિશન પ્લાન કર્યા છે.
આદિત્ય એલ 1 સૂર્ય માટે
ઈસરો સપ્ટેમ્બર ના પહેલા અઠવાડિયામાં આદિત્ય એલ વન લોન્ચ કરી શકે છે 2015 માં ઈસરોએ એસ્ટ્રોસેટ લોન્ચ કર્યું હતું અને આદિત્ય એલ વન તેનું બીજું એસ્ટ્રોનોમી મિશન રહેશે. સ્પેસ ક્રાફ્ટ સૂર્ય પૃથ્વીની સિસ્ટમમાં લેંગ રેન્જ પાસેની હેલ્લો ઓર્બીટમાં રહેશે તે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે.
મિશન નિસાર યુએસ સાથે સંયુક્ત અભિયાન ISRO Mission
યુએસ નાસા અને ઈસરોનો ક્ષાર એટલે કે નિસાર અભિયાન પૃથ્વીની બદલાઈ રહેલી ઇકો સિસ્ટમનો અભ્યાસ કરશે પૂજળના પ્રવાહની સાથે જ જ્વાળામુખી ગ્લેસીયર ઓગળવાનું દર પૃથ્વીની સપાટી પર થઈ રહેલા પરિવર્તનનો અભ્યાસ કરશે. તે દર બાર દિવસે ડીફોર્મેશન મેપ બનાવશે.
મિશન મંગળ પર
મંગળ પર ફરી આરોહણ ની તૈયારી કરીને ભારતનું બીજું ઇન્ટર પ્લેનેટરી મિશન મંગલયાન ટુ પણ પ્રસ્તાવિત છે. આ વખતે હાઇપર સ્પેક્ટ્રલ કેમેરા અને રડાર પણ ઓરબિટર પ્રોબ માં લાગેલા રહેશે. આ મિશન માટે લેન્ડરને રદ કરાયું છે. ભારતનું પહેલું મિશન મંગલયાન વન સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પહોંચી ગયું હતું.
શુક્રયાન
ઈસરો એ પ્રયાણને પણ લાઈનમાં મુકેલ છે. ઈસરોના માર્શ ઓરબિટર મિશન એટલે કે મંગલયાન એકની સફળતા બાદ ઇસરોની નજર શુક્રપર છે. અમેરિકા યુરોપિયન સ્પેસ એજન્સી અને ચીને પણ શુક્ર ગ્રહ માટે પોતાના મિશન પર કામ શરૂ કર્યું છે. ભારતનું મિશન આમ તો 2024 માટે નિર્ધારિત હતું પણ હાલ તે 2031 પહેલાં પૂરું થાય તેવા અનુસાર નથી.
સ્પેડેકસ
સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ ભારત ભવિષ્યમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે તો તેને સ્પેસ ડોક ની જરૂરિયાત રહેશે. તેના માટે સ્વદેશી પેડેક્સ બનાવાઈ રહ્યું છે. તેનું લક્ષ્ય પૃથ્વીની કક્ષામાં બે સ્પેસ ક્રાફ્ટને લોક કરવાની ટેકનિક વિકસિત કરવાનું છે. મલ્ટી મોડ્યુલર સ્પેસ સ્ટેશન બનાવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

ISRO Mission
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |