Kanya Marriage sahay 2 lakh : સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે અને તેમાં વખતો વખત તેમાં સુધારો કરવામાં આવતો હોય છે. એવી જ એક યોજનામાં સુધારો કરી અને આ યોજના માં દીકરીના લગ્ન સમયે બે લાખ રૂપિયાની સહાય આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ પાલક માતા પિતા યોજના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવા માટેની વહીવટી મંજૂરી કરવામાં આવેલી હોય જેમાં ધારા ધોરણોમાં સુધારા વધારા કરવામાં આવેલા છે જે સુધારા નીચે મુજબ છે.
કોવિડ 19 મહામારી દરમિયાન અનાથ થયેલ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના દ્વારા સહાય પેટે બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી માસિક રૂપિયા 4000 સહાય પેટે આપવાનું નક્કી કરેલું હતું જે નવા સુધારા થયા બાદ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અનાથ બાળકને 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધી કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ માતા પિતા પૈકી એક નું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળક દીઠ રૂપિયા 2000 સહાય બાળક 18 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી મળવા પાત્ર છે
પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ બે લાખ સહાય આપવા બાબતની વર્ષ 2023 24 માટે નિયમ મુજબ મંજુર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
નીચેની શરતો મુજબ સહાય ચૂકવવામાં આવશે.(Kanya Marriage sahay 2 lakh)
- આ યોજના 1 એપ્રિલ 2023 થી સમગ્ર ગુજરાતમાં લાગુ પાડવામાં આવી છે.
- પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના ના લાભાર્થી પૈકી 1 એપ્રિલ 2023 ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ સહાયનો લાભ મળવા પાત્ર થશે.
- આ યોજનાનો લાભ એક જ વખત મળશે.
- આ યોજના નો લાભ લગ્ન કર્યા ની તારીખથી બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે
- સહાયની રકમ ડીબીટી દ્વારા આપવામાં આવશે એટલે કે લાભાર્થી કન્યાના બેંક ખાતામાં સીધી જમા થશે.
- લગ્ન સમયે કન્યાની ઉમર 18 વર્ષ ની હોવી જરૂરી છે.
Kanya Marriage sahay 2 lakh માટે અરજી ક્યાં કરશો .
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની રહેશે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અરજી મંજૂર કરાવવાની રહેશે
જરૂરી દસ્તાવેજો : Kanya Marriage sahay 2 lakh
- કન્યાના જન્મ તારીખ નો પુરાવો
- કન્યાના પતિના જન્મ તારીખનો પુરાવો
- પાલક માતા પિતા કે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના નું લાભ મેળવેલ હોય તેનો પુરાવો
- લગ્ન નોંધણી નો દાખલો એટલે કે મેરેજ સર્ટિફિકેટ.
- કન્યાનું આધાર કાર્ડ.
- કન્યાના બેંક એકાઉન્ટની વિગતો. એટલે કે પાસબુક ના પાનાની નકલ.
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત Kanya Marriage sahay 2 lakh |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા,જિલ્લા સમાજ સુરક્ષા |
યોજનાની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |