Marriage Ceremony : તમે બધા લગ્નમાં તો જતા જ હશો પરંતુ શું તમે આ લગ્ન વિધિની જુદી જુદી રસમો છે તેમનું મહત્વ જાણો છો તો આજે તમારા માટે લઈને આવ્યા છે દરેક રેશમનું શું મહત્વ છે.
સૌપ્રથમ ગણેશ સ્થાપના.
ગણપતિ એટલે ગણો ના પતિ, ગણોના ધણી, ગણેશ ભૂત પ્રેતના સેના નાયક છે બુદ્ધિના દેવતા છે ગણેશજી જ્ઞાની જનોમાં ઉત્તમ જ્ઞાની છે અને 64 કળામાં નીપુણ અને વિઘ્નહર્તા છે એટલે જ આપણે લગ્નમાં સૌથી પહેલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ આપણા બધા વિઘ્ન દૂર કરે અને ગણપતિ માફક ભારે પગ રાખીને આ અઘરું કામ પાર પાડવાની શક્તિ આપે છે.
સાત સાડીઓ in Marriage Ceremony
- જોણાની ચુંદડી
- દસ્વાલું એટલે કે રિસેપ્શનમાં પહેરવાની સાડી.
- ફાગણીયો એટલે કે જે હોળીમાં પહેરાતું પીળા રંગનું.
- દિવાળી નિમિત્તે અપાતી સાડી
- સાકર કંકુની શુકન ની સાડી.
- વડ સાવિત્રી ની સાડી જે લગ્ન પછી વ્રતમાં પહેરવા માટે.
- ઘાઘરી સાડી જે લગ્ન પહેલા આપવામાં આવે છે.
ચાર પોખાણા
વરરાજા જ્યારે જાન લઈને માંડવે આવે છે ત્યારે કન્યાની માતા વરરાજાના પોખણા કરે છે.પોખણામાં ચાર લાકડાની દાંડીઓ હોય છે. ધોસરું, સાબેલું, રવાઈ અને ત્રાગ કહેવાય છે.
ધોસરું : કન્યા ની માતા વરરાજા ને ધોસરા થી પોખે છે અને કહે છે તમે મારી દીકરીને પરણવા આવ્યા છો આ ધોષરુ જોઈ લ્યો હવે આ ગાડાને તમારે ચલાવવાનું છે.
સાંબેલું : સંસાર માંડો છો તો ખંડાવું પણ પડશે સુખ દુઃખના ભાગીદાર થવું પડશે.
રવાઇ : તમે અને મારી દીકરી બંને સાથે મળીને મન મંથન કરજો સારા વિચારો પ્રાપ્ત કરજો અને સંતાનોને આપજો.
ત્રાગ : સંસાર માંડો છો તો દુઃખ પણ આવશે એની પણ તૈયારી રાખજો
છાબ નુ મહત્વ
છાબ ઉપહાર છે જે વર પક્ષ તરફથી કન્યાને મળે છે. જેને જાણું કહેવામાં આવે છે જેમાં સ્ત્રીઓના જીવનમાં આવતા સાત મુખ્ય પ્રસંગો માટે સાત સાડીઓ આપવામાં આવે છે. જેને છાબ કહે છે.
સંપુટ in Marriage Ceremony
કન્યાની માતા વરને પોખાણા લીધા બાદ વર બે કોડિયા સંપૂટ ને પગ વડે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજી ગયો છું પણ મારા એકલાની આશા અરમાનો પર હું નહીં ચાલુ અહીંયા તેનો હું ભાંગીને ભૂકો કરી રહ્યો છું હવેથી અમારા બંનેની આશા ઈચ્છા અને અરમાનો એક જ હશે તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવનયાત્રા કરીશું.
માણેક સ્તંભ in Marriage Ceremony
લગ્નનમાં સૌથી પહેલા આપણે માણેક સ્તંભ રોકીએ છીએ પણ એનું મહત્વ શું છે એ બહુ ઓછા લોકો જાણે છે માણેક સ્તંભ ભગવાન બ્રહ્માજીનું પ્રતિક માનવામાં આવે છે માણેક સ્તંભની ઉપરની બાજુએ ચાર ખીલીઓના ટુકડાઓ હોય છે જે ભગવાન બ્રહ્માજીનું મસ્તક છે અને બ્રહ્માજીની વિનવીએ છીએ કે દક્ષિણ દિશા એ તમને પહેલા બેસાડીને અમારા ઘરની બધી મુસીબતો ને દૂર કરજો એટલે આપણે માણેકસ્તમ સૌથી પહેલા રોપાવીએ છીએ.
મીંઢોળ in Marriage Ceremony
સંસ્કૃત શબ્દ કે જેનો અર્થ થાય છે મદન ફળ તરીકે ઓળખાય છે. મીંઢોળ એ લગ્ન સમયે વર કન્યા ને હાથે બાંધવામાં આવે છે અને માણેક સ્તંભ પર બંધાય છે. મીંઢોળ હાથની મુખ્ય નાડી પર બાંધવાથી રોમ છિદ્ દ્વારા ઝેરી પદાર્થને દૂર કરે છે અને હસ્તમેળા વખતે વર્ગ કન્યાના શરીરમાં ઉત્તેજના કે કામવૃત્તિ ઉત્પન્ન ન થાય તે માટે લગ્ન સમયે બાંધવામાં આવે છે.
ચાક વધાવવાનું શું મહત્વ છે in Marriage Ceremony
લગ્નના દિવસે માણેક સ્તંભ રોપ્યા બાદ બધી સ્ત્રીઓ કુંભારના ઘરે ચાક વધાવવા જાય છે. પણ આવું શા માટે એનું શું મહત્વ છે? એટલા માટે કે વર ને નવરાવવા માટે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભાર નો આભાર માનવાની આ એક રીત છે અને તેના ચાકડાને કંકુ ચોખા થી વધાવવામાં આવે છે પણ હવે આ પરંપરા ફક્ત એક રિવાજ બનીને જ રહી ગઈ છે.
દરવાજા પર લીલા તોરણ બાંધવાનું મહત્વ.
લગ્નના દિવસે માણેક સ્તંભ રોપ્યા બાદ દરવાજા પર આસોપાલવ અથવા તો આંબાના લીલા પાનનું તોરણ બાંધવામાં આવે છે. તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈપણ વિઘ્ન વિના સારી રીતે પાર પડી જાય છે વર અથવા તો કન્યા તોરણે આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદર સત્કાર કરવામાં આવે છે.
મહેંદીની રસમ in Marriage Ceremony
મહેંદી નો રંગ સ્ત્રીઓના જીવનના ઘણા રંગો માનો ખાસ રંગ હોય છે. કહેવાય છે કે લગ્નમાં એક્સપોર્ટ મહેંદી મૂકવા આવે છે પણ જો કોઈ ખુશાલ પરણી સ્ત્રી દુલ્હનના હાથમાં મહેંદી લગાવે તો એ સૌથી શુભ માનવામાં આવે છે મહેંદીનો રંગ ઘેરો હોય એમ પ્રેમ પણ વધારે હોય છે એવું માનવામાં આવે છે અને કહેવાય છે કે મહેંદીની ઠંડકથી લગ્નનું તણાવ પણ ઓછો થઈ જાય છે અને સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે હા સ્ત્રીઓના જીવનમાં મહેંદી એમની સુંદરતાના એક અહમ હિસ્સામાં આવે છે.
હલ્દીની અને દુર્વા ઘાસ ની રસમ in Marriage Ceremony
દુર્વા ઘાસ ને હલ્દી ની રસમ માં નિભાવીને વર વધુને એની આવનારી જિંદગીમાં પ્રેમ રહેલ લડાઈ ઝઘડો ના રહે એવા આશીર્વાદ આપવામાં આવે છે. જુના દિવસોમાં જ્યારે કોસ્મેટિક વસ્તુ અને બ્યુટી પાર્લર ન હતા ત્યારે હલ્દીથી ત્વચાને સુંદર રાખતા પીઠી ની રસમ પછી કહેવાય છે કે એના કપડા ક્યાંય પણ આમતેમ ન નાખવા જોઈએ કારણ કે એનાથી નજર લાગવાની સંભાવના વધી જાય છે બસ આજ છે પીઠીનું સાચું મહત્વ.
દુલ્હન :
પપ્પા ની લાડકીમાંથી કોઈની પત્ની બનવા જઈ રહી છે સજી 16 શણગાર સૌથી ખૂબસૂરત નારી બનવા જઈ રહી છું. જોયું હતું જે સપનું નાની થી મેં આજે એ પૂરું થવા જઈ રહ્યું છે મમ્મીનો પ્રેમ બહેનની વાતો ભાઈનો ઝઘડો અને શક્તિઓનો સાથ છોડવાનું દુઃખ તો છે જ પણ મંડપમાં બેસીને એમનો હાથ પકડીને ચાર ફેરા ફરવાની ખુશી પણ છે હા હું આજે દુલ્હન બનવા જઈ રહી છું.
વરમાળા નું મહત્વ in Marriage Ceremony
ફૂલના હારથી વર અને કન્યા અરસપરસ એકબીજાનું સ્વાગત કરે છે. પણ સુતરની એક આંટી બંનેના ગળામાં હોય છે આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનું પ્રયાસ એટલે વરમાળા.
જઉ તલ હોમવા નું મહત્વ શું છે.
લગ્ન વિધિમાં જવ તલ હોમવામાં આવે છે. એક પિતા પછી દીકરીની બધી આશાઓ તેના ભાઈ સાથે જ હોય છે એટલે જ ભાઈ હર મંગળામાં બહેનને વચન આપે છે કે તારા ઘરમાં કાંઈ પણ જરૂર પડે તો હું તારી સાથે છું આમ જવ તલ એ એક અનાજનું પ્રતીક છે જે ભાઈ બહેન ને પૂરું પાડે છે.
છેડાછેડી ની રસમ in Marriage Ceremony
સોપારી ચોખા અને ચાંદીના સિક્કાના છેડાને કન્યાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે ભાઈ ભાભીના જીવનમાં હંમેશા સ્મિત ખુશીઓ અને પ્રેમ સંબંધની મજબૂત ગાંઠ બહેન બાંધે એ છેડાછેડીનું મહત્વ.
ચાર મંગળ ફેરા ની રસમ.
લગ્નના ચાર ફેરા એ પુરુષાર્થના ચાર ફેરાઓ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમ ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે આમ કેમ ?
પ્રથમ ત્રણ ફેરા ના ત્રણ પુરુષાર્થ છે એક જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતિની પાછળ ચાલે છે બે પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવે અને ત્રણ લગ્નજીવનના સંયમ પૂર્વકના હક આ ત્રણેમાં પુરુષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે કારણ કે સ્ત્રી એ શરમનું પ્રતીક છે અને વંશ વૃદ્ધિ માટે હંમેશા સ્ત્રી પાછળ રહે છે.
ચાર મંગળફેરામાં ચોથા ફેરા ની વાત કરીએ તો પત્ની ધર્મમાં સાથ આપે છે અર્થમાં અને કામમાં પણ સાથ આપે છે પણ મોક્ષમાં પત્ની આગળ ચાલે છે આનાથી મોટું સમર્પણ શું હોઈ શકે? ચોથો ફેરો મોક્ષનો હોય છે જે પોતાની મરજી પ્રમાણે મળતું નથી એ તો પોતાને ભાગે આવેલી ફરજો ના ભાગરૂપે જ મળે છે સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે અને એમાં સ્ત્રી આગળ હોય છે કારણ કે સહનશીલતા સદાચાર શીલ સેવા અને પ્રેમ એ મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે એટલે મોક્ષના માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે.
ચાર મંગળ ફેરાઓ નું અલગ અલગ મહત્વ આ પ્રમાણે છે પહેલા મંગળ ફેરામાં કંકુના દાન દેવાય છે જે સુહાગનનું પ્રતીક છે બીજા મંગળ ફેરામાં ચાંદીના દાન દેવાય છે જે શુદ્ધતાનું પ્રતીક છે ત્રીજા મંગળ ફેરામાં સોનાના દાન દેવાય છે જે સમૃદ્ધિનું પ્રતીક છે ચોથા મંગળ ફેરામાં કન્યાનું દાન દેવાય છે જે સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાય છે.
હસ્ત મેળાપની રસમ.
હસ્તમેળા એ લગ્ન વિધિ નું મુખ્ય અંગ છે પોતાની પુત્રી નો હાથ મા બાપ વરાછાની શોભે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે અને હસ્તમેળા માત્ર હસ્તમેળાપ ના રહીને મનમેળાપ થઈ જાય છે આ વિધિથી વર વધુના શરીરમાં એક અનોખી ખુશી પ્રાપ્ત થાય છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |