Mera bill Mera Adhikar :મેરા બિલ મેરા અધિકાર : સરકાર આપી રહી છે 1 કરોડ સુધીના ઇનામ તેના માટે તમારે કરવું પડશે જીએસટી વાળું બિલ અપલોડ આ એક કામ.

Mera bill Mera Adhikar : સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમાંથી આ એક નવી સ્કીમ દ્વારા લોકોમાં જાગૃતતા આવે એ માટે મૂકવામાં આવી છે. આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ અને એ ખરીદેલી વસ્તુ પર જીએસટી ટેક્સ લાગતો હોય છે લોકો જીએસટી વાળું બિલ લેવા માટે આગળ આવે તે માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

આ સ્કીમ અંતર્ગત જીએસટી વાળું બિલ અપલોડ કરવાનું રહેશે તેના પર તમને એક કરોડ સુધીના ઇનામ આપવાની યોજના સરકાર લાવી રહી છે. તો જાણીએ શું છે આ યોજના.

મેરા બિલ મેરા અધિકાર Mera bill Mera Adhikar

કેન્દ્ર સરકાર દ્વારા છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે જીએસટી બિલ આપવાની સિસ્ટમ ને પ્રોત્સાહન મળે તે માટે મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરેલ હોય. આ યોજના દ્વારા સરકારને કહ્યા મુજબ ત્રિમાસિક ગાળામાં એક એક કરોડના બે બમ્પ પરિણામ આપવામાં આવનાર છે તે જ સમયે દસ દસ હજારથી લઈને દસ દસ લાખ રૂપિયા સુધીના અન્ય પણ ઘણા બધા ઇનામો પણ ભાગ લેનાર વ્યક્તિઓને આપવામાં આવનાર છે આ યોજનાનો અમલ એક સપ્ટેમ્બર 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે.

ઇનામની રકમ રૂપિયા એક કરોડ

નાણામંત્રાલય દ્વારા આ યોજનાની માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે લોકો દર મહિને આ માટે નિયત કરેલી એપ્લિકેશનમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી બિલ અપલોડ કરશે તેમાંથી 800 લોકોને ₹10,000 ના ઇનામ આપવામાં આવશે. આવા દસ ભાગ્યશાળી લોકો હશે જેમને દરેકને દસ લાખ રૂપિયાના ઇનામ પણ આપવામાં આવશે બીજી તરફ બમ્પર ઇનામ વિશે વાત કરીએ તો તે ત્રિમાસિક ધોરણે ડ્રો કરવામાં આવશે. આ બમ્પર પુરસ્કાર નો લાભ ક્વાર્ટર માં અપલોડ કરવામાં આવેલ કોઈપણ બિલના પાર્ટિસિપેટને મળી શકે છે.

કોણ લઈ શકે છે લાભ Mera bill Mera Adhikar

મેરા બીલ મેરા અધિકાર આ યોજના અંતર્ગત ખાસ કરીને ગ્રાહકોને જીએસટી બિલ અથવા ઇન્વોઇસ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. જો વધુને વધુ જીએસટી ઇન્વોઇસ જનરેટ થશે તો બિઝનેસમેનને ટેક્સ ચૂકવવા મથી બચી શકાશે નહીં જેથી કરીને સરકારની આવકમાં વધારો થશે અને કરચોરી કરનાર ઓછા થશે આ યોજના નીચેના રાજ્યો માટે શરૂ કરવામાં આવી રહી છે.

  • આસામ
  • હરિયાણા
  • ગુજરાત
  • પોંડીચેરી
  • દાદરા નગર હવેલી
  • દમણ
  • દીવ

આ સ્કીમનો લાભ લેવા માટે અપલોડ કરેલા ઇન્વોઈસમાં જીએસટી આઈ એન નંબર ચૂકવેલ રકમ ટેક્સની રકમ ની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નું નામ દાખલ કરવું જરૂરી રહેશે.

Mera bill Mera Adhikar : એપ વિશેની માહિતી

આ સ્કીમ નો તમે પણ લાભ લેવા માગતા હોય તો નીચે મુજબના પગથીયાઓ સમજી લો

  • મેરા બિલ મેરા અધિકાર ભારત સરકારની ઓફિશિયલ એપ્સ ડાઉનલોડ કરવી
  • એપ્સ માં રજીસ્ટ્રેશન કરી તમારું લોગીન કરો
  • આ માટે તમે આઇઓએસ અને એન્ડ્રોઇડ પરથી મેરા બિલ મેરા અધિકાર એપ ડાઉનલોડ કરો
  • આ સિવાય તમે web.merabill.gst.gov.in પર પણ જઈ શકો છો
  • રૂપિયા 200 નું ઓછામાં ઓછું બિલ અપલોડ કરવું પડશે
  • કોઈપણ યુઝર્સ મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે.
  • વિજેતાઓએ આ બિલ બતાવવાના રહેશે.
  • નાણામંત્રાલયના જણાવ્યા મુજબ વિજેતા વ્યક્તિએ મેરા દિલ મેરાધિકાર એપ પર પાન નંબર આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની રહેશે આ તમામ માહિતી ઇનામ જાહેર થયાના 30 દિવસની અંદર આપવી જરૂર છે.

Mera bill Mera Adhikar યોજનાનો હેતુ

સરકારનું આ યોજના લાવવા પાછળનો હેતુ કે જેથી વધારેમાં વધારે લોકો જીએસટી બિલ લેવા માટે પ્રેરાય જેથી દુકાનદાર અને ગ્રાહક બધા જીએસટી બિલ આપવા અને લેવા માટે પ્રોત્સાહિત થાય છે વધારેમાં વધારે જીએસટી બિલ જનરેટ થાય અને બિઝનેસમાં ટેક્સ સ્ટોરી ન કરી શકે તેનાથી સરકારની આવકમાં વધારો થાય.

Mera bill Mera Adhikar
Home PageClick Here
Whatsapp GroupClick Here
Download AppClick Here
Mera bill Mera Adhikar

Leave a Comment