One nation One election : વન નેસન વન ઇલેક્શન શું છે અને તેનાથી શું ફાયદાઓ થશે?

One nation One election : હમણાં હમણાં દેશમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચા રહયો છે કે જે છે વન નેશન વન ઇલેક્શન આ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે ત્યારે આપણને એમ થાય કે આ વન નેશન વન ઇલેક્શન છે શું તેનાથી દેશને શું ફાયદો થશે અને શા માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વનનેસન વન ઇલેક્શન લાગુ કરવા માંગે છે તો ચાલો આપણે તેમની તમામ વિગતો મેળવીએ.

One nation One election

અત્યારના સમયે આપણા દેશમાં દરેક રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજવામાં આવે છે વન નેશન વન ઇલેક્શન(One nation One election) નો અર્થ કરીએ તો આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવામાં આવી એટલે કે લોકસભા અને રાજ્ય ના વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે અથવા તો તબક્કાવાર મતદાન કરવામાં આવી.

ભારત આઝાદ થયું ત્યાર પછી આપણા દેશમાં 1952 1957 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવી હતી પરંતુ ત્યારબાદ 1968 ને 1969 માં ઘણા રાજ્યની વિધાનસભાઓએ તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેનું વિસર્જન કરી નાખ્યું. એ બાદ 1970 માં લોકસભા પણ વિસર્જન કરી દેવામાં આવી હતી આ કારણોને લીધે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ અને એક સાથે બંને ચૂંટણી યોજવી શક્ય ન રહે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

One nation One election ના ફાયદાઓ

જો એક દેશ અને એક જ ચૂંટણી લાગુ કરવામાં આવે તો મુખ્ય ફાયદો એ છે કે ચૂંટણીઓ પાછળ થતો મોટો ખર્ચ બચાવી શકાય છે અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે કરવામાં આવે છે તેમની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે જો એક જ સમયે બંને ચૂંટણીઓ કરવાથી આ બિનજરૂરી ખર્ચ માંથી બચી શકાય છે આ ઉપરાંત અલગ અલગ ચૂંટણીઓ યોજવાથી વારંવાર ચૂંટણીની આચાર સહિતાઓ લાગવાથી જે તે રાજ્યના વિકાસના કામોમાં પણ અડચણ ઊભી થાય છે.

One nation One election સમિતિના સભ્યો

વન નેશન વન ઇલેક્શનની સમિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કમિટીના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે અને આ સમિતિના અન્ય સભ્યો નીચે મુજબ છે.

  • રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ ચેરમેન
  • અમિત શાહ કેન્દ્રીય મંત્રી સભ્ય
  • અધીર રંજન ચૌધરી, લોકસભામાં વિપક્ષ નેતા સભ્ય
  • ગુલામ નબી આઝાદ પૂર્વ વિપક્ષ નેતા રાજ્યસભા સભ્ય
  • એન કે સિંહ નાણાપંચના પૂર્વ ચેરમેન સભ્ય
  • ડોક્ટર સુભાષ સી કશ્યપ પૂર્વ સેક્રેટરી જનરલ લોકસભા સભ્ય
  • હરીશ સાલવે સિનિયર વકીલ સભ્ય
  • સંજય કોઠારી, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સભ્ય

વન નેશન વન ઇલેક્શન(One nation One election) લાગુ કરવાની પ્રક્રિયા

વકીલ વિરાટ ગુપ્તા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ના મત મુજબ કાયદાપંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી કાયદા પંચના જણાવ્યા અનુસાર વન નેસન વન ઇલેક્શન(One nation One election)નો પ્રસ્તાવ બંધારણની કલમ 328 ને પણ અસર કરે છે જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવાની જરૂર પડશે.

બંધારણના અનુચ્છેદ 368(૨) મુજબ આવા સુધારા કરવા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી ની જરૂર પડે છે પરંતુ એ એક દેશ એક ચૂંટણી સિદ્ધાંત હેઠળ દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકાર ક્ષેત્રને અસર કરનાર છે તેથી આ બાબતે તમામ રાજ્ય વિધાનસભાઓની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. ત્યારબાદ જન પ્રતિનિધિત્વ અધિ નિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારો કરવાની જરૂર પડશે

One nation One election
Home PageClick Here
Whatsapp GroupClick Here

Leave a Comment