Rajkot New airport : ચોટીલા પાસે હીરાસર રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઇ ચૂક્યું છે. 10 સપ્ટેમ્બર 2023 થી આ એરપોર્ટ ધમધમતું થાય છે.
Rajkot New airport
90 વર્ષ જૂનું રાજકોટ એરપોર્ટ હવે ભૂતકાળ બન્યું છે અને હવે ચોટીલા પાસે હીરાસર રાજ્યનું પ્રથમ ગ્રીન ફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ ચૂક્યું છે નવા એરપોર્ટનું 27 મી જુલાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું જે 10 મી સપ્ટેમ્બર 2023 થી આ એરપોર્ટ શરૂ થાય છે.
first fight in Rajkot New airport
પહેલી ફ્લાઈટની વાત કરીએ તો સવારે મુંબઈથી રાજકોટ આવતી પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવશે નવા એરપોર્ટ પરથી દૈનિક 11 ફ્લાઈટની ઉડાન ભરવામાં આવશે જોકે આ એરપોર્ટ શહેરથી 31 કિલોમીટર દૂર આવેલું છે.
જૂનું એરપોર્ટ
રાજકોટની મધ્યમાં આવેલું જૂનું એરપોર્ટ કે જે 90 વર્ષ જૂનું 243 એકરમાં પથરાયેલું છે જોકે હવે આ એરપોર્ટ બંધ થયું છે અને તેની સામે ₹2,500 એકરમાં પથરાયેલું નવું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રવિવારથી શરૂ થાય છે જેમાં 8:15 મિનિટે સવારે indigo ની મુંબઈથી આવનારી ફ્લાઇટનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તે સમયે ત્યાં સાંસદ ધારાસભ્ય મેયર સહિતના લોકો રાજકોટ એરપોર્ટ પર ઉપસ્થિત રહેશે.
કેપેસિટી Rajkot New airport
નવા એરપોર્ટમાં 14 વિમાન એક જ સમયે પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા ધરાવે છે તો 180 યાત્રીઓ વાળા એર બસ 321 અને boy 737 નું સંચાલન થશે. હાલમાં નવા એરપોર્ટ પરથી મુંબઈની ચાર દિલ્હીની એક ઉદયપુર ઇન્દોર બેંગ્લોર ગોવા અને હૈદરાબાદની ફ્લાઈટ ઉડાન ભરશે તેવું જાણવા મળે છે. વધુમાં ઉમેરીએ તો સમય જતા મોટા બોઈંગ સાથેની હાલના રૂટ પર ની ફ્રિકવન્સી વધશે તો નવા રૂટ પરની ફ્લાઈટ પણ ઉડાન ભરશે.
Rajkot New airport થી ઉદ્યોગમાં વિકાસ
રાજકોટની વાત કરીએ તો રાજકોટ એ એશિયામાં ઓટોમોબાઇલ નું હબ છે તે ઉપરાંત રાજકોટમાં સોનું ચાંદી ઈમિટેશન સહિતના મોટા તેમજ લઘુ ઉદ્યોગોનું માર્કેટ પણ ખૂબ જ મોટું છે આસપાસના જિલ્લાઓના આર્થિક વિકાસમાં પ્રગતિ તેમજ દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામોના વિકાસમાં પણ નવું એરપોર્ટ ખૂબ જ મદદરૂપ બનશે તેવું જાણવા મળે છે હિરાસર એરપોર્ટ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ માટે ભાગ્યવિધાતા બની શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રાજકોટ થી 31 કિલોમીટર દૂર હીરાસરમાં બનેલા આ એરપોર્ટ થી રાજકોટ થી હિરાસર સુધીમાં રિયલ એસ્ટેટ હોટલ ઇન્ડસ્ટ્રીઝ પણ વિકાસ પામશે આ સિવાય ખાનગી કેમ સર્વિસ માટે પણ રોજગારીની તકો ઊભી થશે.
પોરબંદર એરપોર્ટ
પોરબંદરના એરપોર્ટ ની વાત કરીએ તો દોઢ વર્ષથી તમામ ફ્લાઈટો બંધ છે એ અગાઉ પોરબંદર થી અમદાવાદ દિલ્હી અને મુંબઈ સુધી ફ્લાઇટ શરૂ હતી. લાઈટ શરૂ કરવા માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ અને રાજ્યસભાના સાંસદ તેમજ ધારાસભ્ય સહિત દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ પણ ફ્લાઇટ શરૂ કરવામાં આવી નથી.

Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
I m working for Bangaluru international airport HMSHOST Service’s India Pvt Ltd BLR reserved VIP Lounge. 1 year and 6