Raksha Bandhan : આપણે જાણીએ છીએ એ મુજબ આ વર્ષે અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસ આવેલો હોય જેમને કારણે તમામ તહેવારો મોડા આવશે. સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની તારીખ ને લઈને લોકોમાં ચર્ચા થઈ રહી છે. તો આ લેખ દ્વારા તમને જણાવવા માંગીએ છીએ કે રક્ષાબંધન ક્યારે છે.
આમ તો આપણે બધા જાણીએ જ છીએ રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે પૂર્ણિમા બે દિવસની રહેશે એટલે કે 30 ઓગસ્ટ 2023 બુધવારની સાંજથી તિથિ મુજબ શરૂ થશે અને 31 ઓગસ્ટ 2023 ના દિવસે ગુરુવાર સુધી રહેશે આ કારણોને લીધે રક્ષાબંધનના તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવશે પરંતુ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ સમય કયો છે તે આપણે જાણીએ.
રક્ષાબંધન(Raksha Bandhan) નો મહિમા
રક્ષાબંધન એ ભાઈ બહેનનો સૌથી પ્રિય અને સૌથી મોટો તહેવાર છે. હિન્દુઓના તહેવારોમાં એ સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આ દિવસે બહેન તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધી અને તેમના લાંબા જીવન ની પ્રાર્થના કરે છે અને બહેનની આ પ્રાર્થના સામે ભાઈ તેમની રક્ષા માટેનું વચન આપે છે અને તેમને ભેટ સોગાત આપે છે.
ભદ્રકાળ ની મૂંઝવણ
ભદ્રકાળના કારણે આ વર્ષે રક્ષાબંધનનું મુહૂર્ત 30 કે 31 ઓગસ્ટ રહેશે. પરંતુ તે માટે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે રાખડી બાંધવા માટેનું મુહૂર્ત ક્યારે અથવા કયા સમયે રાખડી બાંધવી. આ વર્ષે પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટના સવારના 10 ને 58 મિનિટથી શરૂ થાય છે અને 31 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 07:05 વાગ્યા સુધી ચાલુ રહેશે.
પરંતુ ભદ્રકાળીની શરૂઆત પણ પૂર્ણિમાથી જ થશે એવું જાણવા મળે છે જેથી હિન્દુ કેલેન્ડર મુજબ રાખડી બાંધવી એ આ સમય દરમિયાન શુભ નથી તેથી રાખડી બાંધવા ના મુરતનું ખાસ ધ્યાન રાખવું પડશે.
Raksha Bandhan : 30 ઓગસ્ટ કે 31 ઓગસ્ટ
ભદ્રા ની શરૂઆત પણ આ વર્ષે 30 ઓગસ્ટ બુધવારના રોજ થાય છે જેના કારણે 30 ઓગસ્ટના દિવસે રાખડી બાંધવાનું સમય રાત્રે 9: 03 મિનિટ પછી નો રહેશે. અને ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ સવારે સાતને સાત વાગ્યા સુધી રહેશે. એટલે કે આ સમય દરમિયાન રાખડી બાંધવી પડશે.
રક્ષાબંધન માટે નો શુભ સમય
30 ઓગસ્ટના દિવસે રાત્રે નવ ને બે મિનિટે ભદ્રકાલ સમાપ્ત થશે. ભદ્રકાલ સમાપ્ત થયા પછી બહેનો ભાઈને રાખડી બાંધી શકશે. અને ત્યારબાદ 31 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 07:05 વાગ્યા સુધી નો સમય શુભ રહેશે. આ સમય દરમિયાન બહેનોએ ભાઈને રાખડી બાંધવી જોઈએ. ભદ્રકાળની સમાપ્તિ 30 ઓગસ્ટના દિવસે રાત્રે થતી હોવાથી તિથિ મુજબ રક્ષાબંધન(Raksha Bandhan)ની શરૂઆત રાત્રે થી થઈ જશે અને 31 ઓગસ્ટના સવારના 07:05 વાગ્યા સુધી ઉજવણી કરી શકાશે આમ રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |