Rakshabandhan : હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર એટલે રક્ષાબંધન જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે.
Rakshabandhan એ શ્રાવણ મહિના ની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં આ દિવસનું વાતાવરણ જોવાય યોગ્ય હોય છે અને તેમને આ ખાસ દિવસ એટલે કે ભાઈ બહેનનો દિવસ.
રક્ષાબંધનને ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે અને તેમની સાથે અને ધાર્મિક અને ઐતિહાસિક વાતો જોડાયેલી છે જેનાથી તે ખૂબ મહત્વનો બની જાય છે.
કેવી રીતે ઉજવવામાં આવે છે રક્ષાબંધન.
Rakshabandhan ના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે કુમકુમ તિલક કરે છે અને આરતી ઉતારે છે ત્યારબાદ ભાઈ બહેનને ભેટ આપે છે અને હંમેશા તેનું રક્ષણ કરવાની વચન આપે છે.
રક્ષાબંધન (Rakshabandhan) નો ઇતિહાસ
શ્રાવણ મહિનામાં આવતો આ તહેવાર પૂરી દુનિયાભરમાં ભારતીયો ઉજવે છે. આપણે જાણીએ છીએ તે મુજબ મહાભારતના સમયથી રક્ષાબંધન નો ઇતિહાસ જોડાયેલો છે. તો જાણીએ તેમની કથા.
ભગવાન શ્રીકૃષ્ણને શ્રુત દેવી નામની એક કાકી હતી. તેણે શિશુપાલ ના નામના વિકૃત સ્વરૂપના બાળકને જન્મ આપ્યો હતો .વડીલો પાસેથી જાણવા મળે છે કે જેમના સ્પર્શથી શિશુપાલ ને સારું અને આરોગ્ય સારું રહેશે તેના હાથથી જ ભોગ લેવાશે.
એક દિવસે શ્રીકૃષ્ણ તેમના ના ઘરે એટલે કે શ્રુત દેવી ના ઘરે જાય છે ત્યારે તેમની કાકી તેમના બાળકને શ્રીકૃષ્ણના હાથમાં મૂકે છે અને ત્યારે જ એ બાળક સુંદર બની જાય છે.શ્રુત દેવી આ પરિવર્તન જોઈ અને ખુશ થઈ જાય છે પણ શ્રીકૃષ્ણના હાથે તેનું મૃત્યુ થવાની સંભાવના થી તે વિચલિત થઈ જાય છે તેમણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે શિશુપાલ ભૂલ કરશે તો પણ શ્રીકૃષ્ણના હાથે શિશુપાલને શિક્ષા ન કરવી.
આ પ્રાર્થના સાંભળી અને શ્રી કૃષ્ણ તેના કાકી ને વચન આપ્યું કે હું તેની ભૂલોને માફ કરી પરંતુ તેઓ 100 કરતાં વધારે ભૂલો કરે તો તેઓ તેમને ચોક્કસ સજા કરશે. શિશુપાલ મોટા થયા અને ચેદી નામના રાજ્યનો રાજા બને છે તે શ્રીકૃષ્ણનો એક રાજ તેમજ એક સંબંધી પણ હતો. શિશુપાલ એક ક્રૂર રાજા બને છે.
તે પોતાની પ્રજાને હેરાન કરે છે તેણે ભગવાન શ્રીકૃષ્ણને ફરીવાર પડકારવાનું શરૂ કરે છે અને એક સમયે તેણે સંપૂર્ણ રાજ્યસભામાં ભગવાન શ્રીકૃષ્ણની નિંદા કરે છે તે દિવસે શિશુપાલ તેની શોભ ભૂલોની મર્યાદા ઓળંગી જાય છે. અને ત્યારે તરત જ શ્રીકૃષ્ણ તેમના સુદર્શન ચક્ર નો ઉપયોગ કરી શિશુપાલ ઉપર પ્રહાર કરે છે ઘણી ચેતવણી મળ્યા પછી પણ શિશુ પાલે તેના ગુણોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો તેથી અંતે તેને સજા ભોગવી પડે છે.
ભગવાન શ્રીકૃષ્ણ પણ રોજથી પોતાનું સુદર્શન ચક્ર છોડે છે તેથી તેમની આંગળીઓમાં પણ ઈજા થઈ હતી કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઇક શોધવા માટે દોડે છે પણ ત્યાં ઉભેલી દ્રોપદીએ કંઈ પણ વિચાર કર્યા વગર તેની સાડી નો ખૂણો ફાડી નાખી અને શ્રીકૃષ્ણ ના ઘા પર વીંટી દે છે ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું આભાર પ્રિય બહેન તમે મને ટેકો આપ્યો અને મારા ઘા પર સાડીનો છેડો વિટિયું તે બદલ.
હવે શ્રીકૃષ્ણ તેમને વચન આપે છે કે હું હંમેશા તમારી રક્ષા કરવાની ખાતરી આપું છું ત્યારથી આ રક્ષાબંધનનો આરંભ થયો.
પાંડવો અને કૌરવો ની રમતમાં પાંડવો બધું હારી જાય છે અને સમગ્ર રાજ્ય સભામાં દ્રોપદીની સાડીઓ દરેકની સામે ખેંચવામાં આવે છે ત્યારે કૃષ્ણ દ્રોપદીને અપમાન થી બચાવવા પોતાનું વચન પાળવા માટે દ્રોપદીના ચીર પુરવા આવી જાય છે. આ રીતે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનની રક્ષા માટેનું વચન આપી અને જીવનભર તેમનું રક્ષણ કરે છે.
કેટલાક લોકો આ દિવસે તેમની યજ્ઞ પવિત્ર બદલી નાખે છે તેથી આ દિવસને જનદ્લ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ તહેવારની દિવસે રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝુલાવે છે તેથી આ દિવસને જુલન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આ દિવસે ઘઉંના બીજ વાવવામાં આવે છે તેથી આ દિવસને ગજરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેરળ અને મહારાષ્ટ્રના લોકો પણ આ દિવસને નરલી પૂર્ણિમા કહે છે આ દિવસે તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘણા તહેવારો ઉજવવામાં આવે છે પરંતુ તેમાંથી લોકપ્રિય અને મુખ્ય તહેવાર તો રક્ષાબંધનનો છે.
રક્ષાબંધનના ની ફોટો ફ્રેમ અહીં થી બનાવો.
Important Link | |
Raksha Bandhan 2023 Photo Frame | View |
રક્ષાબંધન(Rakshabandhan)ની વિશેષતા
ખાસ કરીને આ એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે જેમાં ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવવા માટે રાખડીનો દોરો બાંધી બહેન ભાઈને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ સામે વચન આપી રક્ષા કરવા માટે બંધાય છે .
રક્ષાબંધન(Rakshabandhan)નો અન્ય ઇતિહાસ.
એક સમયે જ્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે યુદ્ધમાં હારના પરિણામ રૂપિયા દેવતાઓ તેમનું બધું ગુમાવી દે છે. પોતાનું રાજ્ય પાછું મેળવવા ઈચ્છતા દેવતાઓ દેવરાજ ઇન્દ્રયે દેવગુરુ બૃહસ્પતિની મદદ માટે પ્રયાસો શરૂ કરે છે તે પછી ભગવાન ગુરુ ગૃહસ્પતિ એ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની સવારે નીચેના મંત્ર સાથે રક્ષા વિધાન શરૂ કર્યું હતું.
યેન બંધુ બલિરાજા દાન વેન્દ્રો મહા બાલહ
તેન તમ ભવ વિદ્વાનામી રક્ષેમાં ચલમાં ચલ.
ઈન્દ્રાણીએ આ પૂજામાંથી નીકળેલ સૂત્ર ઈન્દ્રના હાથ પર બાંધી દીધું જેના કારણે ઈન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેમનું ગુમાવેલું રાજપાટ ફરીથી મળી ગયું ત્યારથી રક્ષાબંધન(Rakshabandhan )નો ઉત્સવ ઉજવવા માં આવે છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |