Ram Mandir Ayodhya :60 % work done : અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિર નું 60% કામ પૂર્ણ થઈ ગયેલ છે.

ભારતના લાખો લોકો જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા અયોધ્યામાં બની રહેલ રામ મંદિર(Ram Mandir Ayodhya ) એટલે કે રામ જન્મભૂમિમાં જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેનું 60% કામ પૂર્ણ થઈ ગયું છે એવું સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા જાણવા મળેલ છે તેમની વધારે માહિતી આ લેખ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિ ના ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર એ કહ્યું હતું કે મંદિરનું બાંધકામ મુખ્ય ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે જેમાં પહેલા તબક્કાનું બાંધકામ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરીને મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આમ તેમના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધીમાં ભક્તો મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે નૃપેન્દ્ર મિશ્રા પીએમ મોદીના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે

પહેલો તબક્કો : Ram Mandir Ayodhya

પહેલા તબક્કામાં પાંચ મંડપની કામગીરી પૂરી કરવાનું નક્કી કરાયું છે. મિશ્રાએ જણાવ્યા મુજબ મંદિરના બાંધકામની બીજી કામગીરી ઉપરાંત પહેલા તબક્કામાં પાંચ મંડપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. દ્રષ્ટિ નક્કી કર્યું છે કે પહેલા તબક્કાનું બાંધકામ આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પાંચ મંડપના બાંધકામમાં 160 સ્થંભ લગાવવામાં આવશે જેમાં આઇકોનો ગ્રાફી એટલે કે વિઝ્યુઅલ ઈમેજ તેમજ સિમ્બોલ નું કામ પૂરું કરાશે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

રામ મંદિર (Ram Mandir Ayodhya )ના માળની કામગીરી

પહેલા અને બીજા માળની કામગીરી 30 ડિસેમ્બર 2024 સુધીમાં પૂરી કરાશે. પહેલા તબક્કામાં મંદિરના નીચલા ચબૂતરા પર ભગવાન રામના જીવનનું સંક્ષિપ્તમાં વર્ણન કરાશે આ ઉપરાંત વીજળી તેમજ અન્ય સુવિધાઓની કામગીરીને આખરી ઓપ આપશે મંદિરના બહારના પરિઘ તેમજ પહેલા અને બીજા માળની કામગીરી 30 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરાશે સંપૂર્ણ મંદિરની કામગીરી વર્ષ 2025 અને ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે

રામ જન્મભૂમિમાં રામ મંદિર નું 60% કામ પૂર્ણ થઈ ગયું છે તેમનું ભોંય તળિયું તૈયાર છે હવે પછી તેમના માળનું નિર્માણ કાર્યની તૈયારીઓ ચાલી રહી છે.

રામ ભક્તો મંદિરની ફરતે પરિક્રમા કરી શકે તે માટે મંદિરની પરિઘમાં 800 મીટર લાંબા રેમ્પ સાથે ૨૦૦ મીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવી રહી છે કે જેમાં એક સાથે દોઢ લાખ ભક્તો રામ મંદિરની પરિક્રમા કરી શકશે. રામ મંદિરની આજુબાજુ આઠ એકર વિસ્તારમાં જમીન સ્તરથી 48 ફૂટ ઊંચી દીવાલો બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે મંદિરની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સાથે સાથે મંદિરની પૂર્વ દિશામાં ૨૦૦ મીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવી રહી છે.

રામ મંદિર(Ram Mandir Ayodhya )નો મુખ્ય દ્વાર

ભારત દેશના ઘણા બધા મંદિરો તમે જોયા હશે પરંતુ રામ મંદિર નો દ્વાર એવો હશે કે જેના દ્વારા જેના દ્વારા ભક્તો મુખ્ય દ્વારની નીચેથી પસાર થઈને બહાર નીકળવાના દરવાજા સુધી પહોંચશે. સિંહ દ્વાર પહેલા ગોકુલમનું પણ નિર્માણ થવાનું છે. ગોપુરમ પરિસરનું પ્રવેશ દ્વાર હશે જ્યારે સિંહ દ્વાર મંદિર નું પ્રવેશ દ્વાર હશે.

રામ મંદિર અને મેળાઓ

વિવિધ વિવિધ ધાર્મિક ઉત્સવો સમયે મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે રામ નવમી સાવન મેળો કાર્તિક મેડા વગેરે જેવા મોટા પ્રસંગોએ લગભગ વધારે ભક્તોની ભીડ થતી હોય છે એ માટે રામ મંદિરમાં અવરજવર માટે એક ટનલ બનાવવા છે જેથી કરીને આવી સ્થિતિમાં પૂજા દરમિયાન પરિક્રમા કરવા અને પાર્કમાં જનારા મુલાકાતિઓ વચ્ચે કોઈ અથડામણ ન થાય તે માટે.

કુંડ : Ram Mandir Ayodhya

રામ જન્મભૂમિ એટલે કે રામ મંદિરના સંકુલમાં મંદિરની નજીક એક કુબેર ટીલા પાસે કુંડ વિકસાવવામાં આવશે રામ જન્મભૂમિ સંકુલમાં મંદિરની નજીક પુલ આકારનું જળાશય પણ બનાવવામાં આવશે આ જળાશય મંદિરના પરપોટા ની બહાર હશે આ કુંડ કેવડો બનાવશે તેના ઉપર અને તેની ડિઝાઇન પર હજુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે.

પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા

અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટેની જવાબદારી ધરાવતા શ્રી રામ જન્મભૂમિ તે ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિરના ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા માટેના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. મંદિર ટ્રસ્ટના સભ્ય દ્વારા સોશિયલ મીડિયા ને આ માહિતી આપવામાં આવી છે આ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા 10000 જેટલા મહિમાનોને આમંત્રણ આપવામાં આવનાર છે.

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને તાજેતરમાં જ એક પત્ર લખી સત્તાવાર રીતે 15 થી 24 જાન્યુઆરી વચ્ચેની તારીખ આપવામાં આવી છે અને વડાપ્રધાન સ્વયમ તારીખ નક્કી કરશે.

Ram Mandir Ayodhya
Home PageClick Here
Whatsapp GroupClick Here
Ram Mandir Ayodhya

Leave a Comment