Rudraksh Mahima : રુદ્રાક્ષનો મહિમા : ધન , સંપત્તિ અને વૈભવ આપતા વિવિધ રુદ્રાક્ષ : 1 મુખી રુદ્રાક્ષ.

Rudraksh Mahima પવિત્ર શ્રાવણ માસમાં શંકર ભગવાનના પ્રિય એવા રુદ્રાક્ષ વિશેની અને તેમના વિવિધ મહિમા વિશે આપણે જાણીએ.

ભગવાન શિવ : Rudraksh Mahima

Rudraksh Mahima : ભગવાન શિવ અને રુદ્રાક્ષ એકબીજાના અભિન અંગ છે. રુદ્રાક્ષ એટલે રુદ્ર ( શિવ) + અક્ષ (આંખ) એટલે કે ભગવાન શિવની આંખ. શિવપુરાણ પદ્મ પુરાણ લિંગ પુરાણ અને મહાકાલ સંહિતા અનુસાર રુદ્રાક્ષની ભગવાન શિવના આંસુ પણ કહે છે એક પૌરાણિક કથાનું શાક ત્રિપુરા સુર રાક્ષસનો વધ કરવા ભગવાનની શિવને અગોર વિદ્યાનો ઉપયોગ કરવો પડેલો અને આ કઠિન વિદ્યાનો પ્રયોગ કરતી વખતે પૃથ્વી અને બ્રહ્માંડ પર વિચારતા જીવોને નુકસાન થયેલ આ દ્રશ્ય જોઈ ભગવાન શ્રી એટલે કે ભોલેનાથ ની આંખો માંથી આંસુ વહેવા લાગેલા અને તે પૃથ્વીના વિભિન્ન ભાગોમાં પડેલા.

સમય વીતતા આંસુઓ રુદ્રાક્ષના છોડમાં પરિવર્ત થયેલા. નિર્ણય સિંધુ સાગર ગ્રંથ અનુસાર 1 થી 108 મુખી રુદ્રાક્ષનો આ જગત પર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ સામાન્ય રીતે એક થી 14 મુખના રુદ્રાક્ષનું ચલણ વધારે જોવા મળે છે.

રુદ્રાક્ષના પ્રાપ્તિસ્થાન

નેપાળ ભારત જાવા સુ માત્રા બર્મા અને ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં રુદ્રાક્ષ સૌથી વધારે પ્રાપ્ત થાય છે હવે આજે આ લેખ દ્વારા કેટલાક અગત્યના રુદ્રાક્ષની અદભુત વાતો તમને જણાવવા માંગીએ છીએ.

ગૌરીશંકર Rudraksh Mahima

સૌથી મહત્વનો રુદ્રાક્ષ કે જેના પર સ્વયં ભગવાન શિવ અને મા પાર્વતી ના આશીર્વાદ છે એવા આ રુદ્રાક્ષનું નામ છે ગૌરીશંકર રુદ્રાક્ષ. ગૌરીશંકર રુદ્રાક્ષ બે રુદ્રાક્ષનું એક દુર્લભ નૈસર્ગિક જોડુ છે. દ્વિમુખી રુદ્રાક્ષની બરાબર વચ્ચે બે નાના ભાગ ઉપસેલા હોય છે કે જેને શિવ અને પાર્વતી નું સ્વરૂપ કહેવામાં આવે છે. એ કોઈપણ જાતકની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર દૂષિત થયેલા હોય અને લગ્ન જીવન સાવિત્રી ખાડે ગયેલું હોય તેવા જાતકો શ્રાવણ માસ દરમિયાન ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો તેમના દાંપત્ય જીવનને શિવ પાર્વતીના આશીર્વાદ મળે છે અને પતિ પત્નીના આત્મા અને મન બળવાન બને છે.

એક મુખી રુદ્રાક્ષ Rudraksh Mahima

બીજો એક એવો રુદ્રાક્ષ કે જે અલભ્ય અને દુર્લભ રુદ્રાક્ષની શ્રેણીમાં આવે છે. આજ રુદ્રાક્ષનું નામ છે એકમુખી રુદ્રાક્ષ.. એકમુખી રુદ્રાક્ષમાં સૂર્યની શક્તિ મંગળનું નેતૃત્વ અને ગુરુ નું જ્ઞાન સાથે સાથે શનિ રાહુલની કૂર્તા અને તાનાશાહી પણ સામેલ છે. પ્રાચીન સમયમાં એક મુખી રુદ્રાક્ષનું ફળ એક વર્ષમાં માત્ર એક જ વાર પ્રાપ્ત થતું હતું જોકે હવે એક મૂકી રુદ્રાક્ષ દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે એક મુખી રુદ્રાક્ષ મસલ પાવર ધન અને પ્રસિદ્ધિ સાથે એક હતું શાસન આપે છે.

નવમુખી Rudraksh Mahima

નવમુખી રુદ્રાક્ષ ધર્મ અને અધ્યાત્મ વાત સાથે જોડાયેલો છે. નવમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર પર નવ ગ્રહના આશીર્વાદ અને કૃપા વરસથી રહે છે હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર અનુસાર નવનો અંક નવરાત્રી નવકાર અને નવગ્રહ સાથે જોડાયેલો છે નવમુખી રુદ્રાક્ષ પર નવ દુર્ગાના આશીર્વાદ અને નવચંડીની શક્તિનો સમન્વય હોય છે. મંગળ ગ્રહ નવમુખી રુદ્રાક્ષ પર આધિપત્ય ધરાવે છે જે આ રુદ્રાક્ષ ધારણ કરે તેનામાં સાહસ શૌર્ય નિદર્શા ધર્મ અને નવ ગ્રહોની શક્તિનો અદભુત સંચાર થાય છે.

ત્રિમૂખી Rudraksh Mahima

ત્રણ મુખી રુદ્રાક્ષ પર બ્રહ્મા વિષ્ણુ અને શિવના આશીર્વાદ રહેલા છે.. હા રુદ્રાક્ષ પર ગુરુ ગ્રહનું પ્રભુત્વ રહે છે ત્રણ મુખી રુદ્રાક્ષ પર ગુરુ ગ્રહનું પ્રભુત્વ રહેવાથી ધારણ કરનારને ધન સંપત્તિ અને વૈભવની ખોટ રહેતી નથી. એવું કહેવામાં આવે છે કે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર પર લક્ષ્મી સરસ્વતી અને માતા કાલી દ્વારા ધન વિદ્યા અને સાહસ જેવા અપરિતમ ગુણોની ભેટ મળે છે.

10 મુખી રુદ્રાક્ષ

અતિ મહત્વનો રુદ્રાક્ષ કે જે 10 મુખી રુદ્રાક્ષ તરીકે ઓળખાય છે. આ 10 મુખી રુદ્રાક્ષ કે જેના માટે રાવણ સંહિતા પાર્વતી સહિતા અને લિંગ પુરાણમાં અનોખો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 10 મુખી રુદ્રાક્ષ સ્વયં રાવણ પણ ધારણ કરતો હતો અને એવી ભાઈ કા પણ છે કે 10 મુખી રુદ્રાક્ષ ના કારણે રાવણમાં અભિમાન અને અહમ આવી ગયેલા તેના ફળ સ્વરૂપે રાવણે સોનાની લંકા કુટુંબ અને તેનો જીવ પણ ગુમાવેલો. 10 મુખી રુદ્રાક્ષમાં ગજબની પોઝિટિવિટી પણ છે આ રુદ્રાક્ષ ધારણ કરનાર નાની મુત્સદી અને સત્તાધિશ બને છે સંપત્તિ અને સ્વર્ગનો માલિક બને છે. તેની રજૂઆતમાં 10 ગણો પ્રભાવ હોય છે 10 મુખી ધારણ કરનાર વ્યક્તિની હાજરી માત્રથી જ લોકો તેના પ્રભાવમાં આવી જાય છે એવું પણ કહેવામાં આવે છે.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો

રુદ્રાક્ષની ધારણ કરતા પહેલા સાત દિવસ ગાયના ઘીમાં પલાળી રાખવો જોઈએ. ત્યારબાદ 11 લઘુ રુદ્રી પાઠ કરી પંચામૃત થી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ગંગાજળ થી ધોઈ રેશમી વસ્ત્રથી સાફ કરી સોમવારના દિવસે સોનુ ચાંદી કે કાળા કે લાલ દોરામાં ધારણ કરવો જોઈએ. શિવ દોસ્ત બચવા માટે રુદ્રાક્ષ અને હંમેશા પવિત્ર સમયે પહેરવો જોઈએ અને ધારણ કર્યા પછી પવિત્રતા જાળવી જોઈએ.

Rudraksh Mahima
Home PageClick Here
Whatsapp GroupClick Here

Leave a Comment