Satish Dhawan story : Do you Know Satish Dhavan ? : સતીશ ધવન સ્પેસ સ્ટેશન

Satish Dhawan : સતીશ ધવન સ્પેસ સ્ટેશન, જયાથી ચન્દ્રયાન લોંચ કરવા માં આવ્યું . ડોક્ટર સતીશ ધવન ને ઈસરોના ત્રીજા ડાયરેક્ટર પદે રહીને અવકાશ વૈજ્ઞાનિકો ની ભાવિ પેઢી તૈયાર કરેલી છે જેમાં ડોક્ટર અબ્દુલ કલામ નો પણ સમાવેશ થાય છે.

ડોક્ટર સતીશ ધવન(Satish Dhawan)ની કહાની

જ્યારે પણ ભારત સેટેલાઈટ લોન્ચ કરે છે ત્યારે સતીશ ધવન નું નામ સામે આવે છે કારણ કે હમણાં જ ચંદ્રયાનત્રી જ્યારે લોન્ચ થયું એ સ્થળનું નામ સતીશ ધવન સ્પેસ સેન્ટર છે જે ચેન્નઈથી 80 કિલોમીટર દૂર દક્ષિણે શ્રીહરિકોટામાં આવેલું છે.

1944 નું વર્ષ : ડોક્ટર સતીશ ધવન (Satish Dhawan)

ઓક્ટોબર મહિનો 1944 ના રોજ એક યુવક રેલવે દ્વારા લાહોર થી બેંગ્લોર પહોંચે છે તે રેલવે સ્ટેશન પર લોકોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માટે રસ્તો પૂછતો હતો. એટલે કે HAL માટે પૂછતો હતો. આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ તો તેમની શરૂઆત 1940માં શેઠ વાલચંદ હીરાચંદ દ્વારા કરવામાં આવી હતી. આમ તો એમનું શરૂઆતનું નામ હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ હતું અને તેમાં પ્લેન બનાવવાનું કામ થવાનું હતું

પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારે જાપાનનો સામનો કરવા માટે તેમનો કબજો કરી લીધું એ સમય દરમિયાન રોયલ એરફોર્સના કામને કારણે HAL લોકોની ચર્ચામાં આવ્યું અને પ્રખ્યાત થયું. આજ સંસ્થામાં ડોક્ટર ધવનને ઇન્ટરશીપ ની નોકરી મળી એ સમય દરમિયાન કેટલાક લોકોને અમેરિકા અને બ્રિટનમાં અભ્યાસ કરવા માટે ચાન્સ આપવામાં આવ્યું. જેમાં ડોક્ટર સતીશ ધવનનો પણ સમાવેશ થયું.

લાહોર થી અમેરિકા : (Satish Dhawan)

લાહોર થી શરૂ થયેલી આ યાત્રા અમેરિકા તરફ જઈ રહી હતી. એ વ્યક્તિએ મિનેષોટા યુનિવર્સિટીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગના માસ્ટર્સમાં પ્રવેશ મેળવ્યો તેમણે 1947 માં જવાનો મોકો પણ મળ્યું એ સમય દરમિયાન ક્યાં ચલ માં શિક્ષક તરીકે હેન્સ લીપ મેન હતા. લીટમેનનું એન્જિનિયરિંગ ની દુનિયામાં ખૂબ જ મોટું નામ હતું તેમણે સતિશ ધવન ની ધીરજ અને જ્ઞાન પીપાશા ને કારણે વિદ્યાર્થી તરીકે લેવા માટે સહમત થયા. થોડાક જ સમયમાં લિફ્ટમેન અને સતીશ ધવન મિત્ર બની ગયા અને તેઓ આજીવન મિત્ર રહ્યા.

ઇસરોના ડાયરેક્ટર : સતીશ ધવન(Satish Dhawan)

લીટમેનના સંપર્કમાં આવ્યા બાદ તેઓ ખૂબ જ આગળ વધ્યા અને તેમણે ભારતને આકાશ સુધી પહોંચાડી દીધું. જ્યારે પણ જ્યારે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવે છે ત્યારે તેમનું નામ હંમેશા આગળ આવે છે. તેઓ ઈસરોના ડાયરેક્ટર તરીકે હતા શરૂઆત વિક્રમ સારાભાઈએ કરેલી ત્યારબાદ તેમને સિદ્ધિઓ અપાવી. એ જ સમય દરમિયાન ઈસરો અને IISc બંનેના વડા હતા. તેઓ જ્યારે હવાઈ ઉડાન માટેના ઘોંઘાટની વાત કરતા ત્યારે સાથે સાથે સેક્સ પિયરને પણ ટાકતા હતા. તેઓને જ્યારે પણ સમય મળતો ત્યારે તે પુલીકટ પક્ષી અભ્યારણમાં પક્ષીઓની ઉડાન જોવા માટે જતા રહેતા હતા.

IISc અને સતીશ ધવન(Satish Dhawan)

જ્યારે તેઓ વર્ષ 1951માં ભારત પરત કર્યા ત્યારે તેમની યોજના ભારતમાં નવા એન્જિનિયરો ની શોધ કરવી અને તૈયાર કરવાની હતી એ જ વર્ષ દરમિયાન તેમણે ભારતીય વિજ્ઞાન સંસ્થા ISSc માં વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જવાબદારી આપવામાં એ સમયે આઈ આઈ એસ સી માં કામ કરતા લોકો તેમને ઇન્સ્ટિટયૂટ ના નામથી બોલાવતા હતા. આઇઆઇએસસીમાં ધવલ જ્યારે ભણાવતા ત્યારે તેમના ઘરમાં એક યુવક કામ કરતો હતો. જેમનું નામ બી રામૈયા હતું પરંતુ સતીશ ધવન તેમને રામુ કહીને બોલાવતા. સતીશ ધવનને પોતાના પ્રયોગ માટે લાકડાના કેટલાક સેટ અપ બનાવવા પડ્યા હતા. તે કામમાં રામુ તેમને મદદ કરતો અને રામુની પ્રતિભા જોઈને તેમને પણ પ્રયોગનો હિસ્સો બનાવતા. રામુના પુત્રને એલન મસ્તીની કંપની સ્પેસ એક્સમાં એન્જિનિયર તરીકે કામ કર્યું

સતીશ ધવન (Satish Dhawan) ને ISSc ઈસવીસન 1962માં ડારેક્ટર તરીકે નીમવામાં આવ્યા હતા તે સમય દરમિયાન તેમણે વિજ્ઞાન મોલેક્યુલર બાયો ફિઝિક્સ સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી ઇકોલોજી અને એટમોસ્ફેરિક સાયન્સ જેવા વિષયોમાં ઘણા બધા નવા સંશોધનોના કાર્યક્રમો શરૂ કરેલા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1971 માં થોડો બ્રેક લીધો તેઓ કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પરત ગયા અને વિવિધ સંશોધનોમાં ખૂબ આગળ વધ્યા.

વિક્રમ સારાભાઈ નું અવસાન

ભારત માટે એ ખૂબ જ ખરાબ સમાચાર હતા જ્યારે ડિસેમ્બર મહિનામાં અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈ નું અવસાન થયું ઈસરોના ડાયરેક્ટર હોવાની સાથે સાથે સારાભાઈ ભારતના વડાપ્રધાન ના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. વિક્રમ સારાભાઈના અવસાન પછી મુખ્ય સચિવ પી એન હકસરે ઈસરો ના નવા વડા તરીકે ઇન્દિરા ગાંધીને ડોક્ટર ધવન નું નામ સૂચવ્યું. શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ ધવનને આ ઓફર આપવા ઈચ્છતા ન હતા એવું વરિષ્ઠ વૈજ્ઞાનિક બાલ ગંગાધરાના પુસ્તક પરથી જાણવા મળે છે. તેમની પાછળનું કારણ હતું કે થોડા સમય પહેલા ઇન્દિરા ગાંધીએ ધવનને કાઉન્સિલે ઓફ સાયન્ટિફિક રીસર્ચ સી.એસ.આઇ.આર.ના ડાયરેક્ટર જનરલ અને રક્ષા મંત્રીના સલાહકાર ના પદ માટે ઓફર કરી હતી એ ઓફર ડોક્ટર ધવને (Satish Dhawan) ઠુકરાવી હતી જેની નારાજગી ઇન્દિરા ગાંધીને હતી

ઈસરો ના વડા સતીશ ધવન (Satish Dhawan)

એમ જી કે મેનન કે જેવો ઇન્દિરા ગાંધીના સલાહકાર હતા તેમણે ઇન્દિરા ગાંધીને ઈસરોના વડા તરીકે ધવલના નામ માટે મનાવી લીધા. ડોક્ટર ધવલ વર્ષ 1972માં ભારત પરત ફર્યા હતા અને ઈસરોના ત્રીજા ડાયરેક્ટર બન્યા હતા. આ પોસ્ટ થોડા સમય માટે પ્રોફેસર એમજી કે મેનન દ્વારા પણ સંભાળવામાં આવી હતી.

ઈસરો ના ડાયરેક્ટર તરીકે કામ કરીને રચના સ્પેસ પ્રોગ્રામને તેમણે ખૂબ વેગ આપ્યો ઈસરોને તેઓ બેંગ્લોર લાવ્યા ત્યાં સેટેલાઈટ પ્રોગ્રામો થયા જેને કારણે isro સરક્ષણ મંત્રાલય થી દૂર રહ્યું ને ભારતને ફ્રાન્સ જેવા દેશો પાસેથી ટેકનિકલ સહાય મળી.

ડોક્ટર અબ્દુલ કલામ અને સતીશ ધવન

ભારત માટે વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમણે આ સમય દરમિયાન કામ કર્યું. આ વૈજ્ઞાનિકોમાં ડોક્ટર અબ્દુલ કલામ નો પણ સમાવેશ થાય છે જેવો આપણા ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા? ડોક્ટર સતીશ ધવન 1984 સુધી ઈસરોના ડાયરેક્ટર રહ્યા હતા એ સમય દરમિયાન ભારતે ઉપગ્રહ પ્રક્ષેપણમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી અને રિમોટ સાયન્સ કોમ્યુનિકેશન હવામાન વગેરે ક્ષેત્રોમાં પોતાની શક્તિ વધારી.

INSAT , PSLV,IRS જેવી નવી સિસ્ટમો તૈયાર કરવામાં આવી જેમણે ભારતને અવકાશ સંશોધનની રેસમાં આગળ લાવવા મદદ કરી. આ સમય દરમિયાન ડોક્ટર સતીશ ધવનને ઈસરો પાસેથી કોઈપણ પગાર લીધો નહીં અને માત્ર એક રૂપિયો જ લીધો.

ડોક્ટર સતીશ ધવન(Satish Dhawan) નું નિધન

૩ જાન્યુઆરી ૨૦૦૨ માં ડોક્ટર સતીશ ધવન(Satish Dhavan) નું નિધન થયું હતું તેઓ જ્યારે હયાત હતા ત્યારે તેમને પદ્મભૂષણ પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માનોથી નવાજવામાં આવેલા હતા અને એ સમયે તેમના મૃત્યુ બાદ તેમના માનમાં શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ સ્થિત સેટેલાઈટ લોન્ચ સેન્ટરનું નામ બદલીને પ્રોફેસર સતીશ ધવન સ્પેસ સેન્ટર કરવામાં આવ્યું આવા ભારતના અવકાશ ક્ષેત્રના વૈજ્ઞાનિકનું નામ હંમેશા અમર રહેશે.

Satish Dhawan
Home PageClick Here
Whatsapp GroupClick Here
Satish Dhawan

Leave a Comment