Shiv Mahima : શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે શિવના મંદિરમાં ભક્તોની ભીડ જામે છે અને રોજ રોજ શિવલિંગ પર અલગ અલગ શણગાર કરવામાં આવે છે. એમાંનો એક શણગાર એટલે ભસ્મનો. તો આજે આપણે એ ભસ્મનું શું મહત્વ છે એ આ લેખ દ્વારા જાણીશું.
ભસ્મ અને શિવજી Shiv Mahima
આપણે જાણીએ છીએ તે મુજબ ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. તો એ ભસ્મનો શું મહિમા છે તે જાણીએ
ભસ્મ છે એ સર્વ મંગળ આપનારી બે પ્રકારની છે. મહાભસ્મ અને સ્વલપ ભસ્મ. આ રીતે ભસ્મ ના બે પ્રકાર પડે છે એમાં પણ મહાભસ્મના પણ બે પ્રકાર છે. શ્રૌત ,સ્માત, લૌકિક.
જ્યારે સ્વલપ ભસ્મના અનેક પ્રકાર છે.શ્રૌત ,સ્માત, ભસ્મ એ માત્ર દ્વિજ પુરુષો માટે કહી શકાય એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વેશ્ય માટે. જ્યારે બીજા બધા માટે લૌકિક ભસ્મ કહેલી છે.
એક આગ્નેય ભસ્મ કહેવાય છે. જે ગાયના છાણમાંથી બનેલા છાણાંને બાળ્યા હોય તેની અગ્નિથી પ્રગટ થયેલી ભસ્મ હોય છે અને તે ત્રિપુંડ માટેનું દ્રવ્ય છે. આ સિવાય ત્રિપુંડ માટે અન્ય ભસ્મનો પણ ઉપયોગ થાય છે જેમાં વિદ્વાનોએ અગ્નિહોમ થી ઉત્પન્ન થયેલી કે અન્ય યજ્ઞોથી ઉત્પન્ન થયેલી ભસ્મ વપરાય છે.
ત્રિપુન્ડ અને Shiv Mahima
ત્રિપુંડનું ખૂબ જ મહત્વ મહામૂની જાંબલીએ કહ્યું છે. કે મોક્ષ ઇચ્છનાર વ્યક્તિએ ભસ્મનું ત્રિપુંડ ક્યારેય છોડવું જોઈએ નહીં જેવી રીતે ભગવાન શિવ અને વિષ્ણુએ પણ કાયમ આડા ત્રિપુંડ ધારણ કરેલા હોય છે એવી રીતે ભાવિકોએ ત્રીપુંડ કાયમ ધારણ કરવા જોઈએ અને એમ પણ દર્શાવ્યું છે કે ઓમ નમઃ શિવાય નો મંત્ર જાપ ભસ્મ સ્નાન વિના થઈ શકે નહીં.
ભાવિકો ભસ્મનું ત્રિપુંડ કરે છે તેમાં લલાટમાં મધ્ય ભાગથી લઈ કપાળના છેડા સુધીના માપનું ત્રિપુન્ડ કરવાનું હોય છે આ ત્રિપુન્ડની ત્રણ રેખાઓમાં દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડ ની ત્રણ રેખાઓમાં કુલ 27 દેવતાઓનો વાસ થાય છે. એટલે કે દરેક રેખામાં નવ નવ દેવતાઓ બિરાજે છે અને આ ત્રણેય રેખાઓના દેવતાઓ અલગ અલગ છે.
મહાધીદેવ શિવજી(Shiv Mahima) શા માટે ભસ્મ લગાવે છે
શિવજી ના શરીર પર ભસ્મ લગાવવા પાછળ પૌરાણિક કથા જોડાયેલી છે. એ કથા મુજબ પિતા દક્ષના હવનમાં જ્યારે શિવજીને આમંત્રણ નથી મળતું અને એ સમયે પાર્વતીજી સતી થઈ અને હવન કુંડમાં પડી દેહ ત્યાગ કરે છે આથી શિવજી ખૂબ ક્રોધિત થાય છે. ત્યારબાદ શિવજી સતીના મૃતદેહ ને લઈને બ્રહ્માંડમાં વિચરણ કરવા લાગે છે એ જ સમયે વિષ્ણુ એ સંસારના ચક્રને નિયમન રાખવા માટે સતીના દેહના ટુકડા કરી ઠેક ઠેકાણી વેરી દે છે.
એ જ સમયે શિવજીના હાથમાં માત્ર સતીની ચિતાની ભસ્મ રહી જાય છે. આ બધી ઘટનાથી શિવજી ખૂબ જ નિરાશ થાય છે અને વિચારે છે કે મેં સતીને કાયમ માટે કોઈ દીધા અને હવે તો માત્ર મારી પાસે તેમની અંતિમ નિશાની માત્ર આ ભસ્મ જ રહી છે. તે અંતિમ નિશાનીને શિવજી પોતાના શરીર પર લગાવી દે છે અને આ રીતે ભસ્મ શિવજીનું મુખ્ય વસ્ત્ર બની જાય .
ભસ્મ ધારણ કરીને એ સંદેશો આપવા માંગે છે કે આ શરીર નશ્વર છે નાશવંત છે. અંતે એક દિવસ આદેશ સળગીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે. એટલે કે મૃત્યુ બાદ દરેક દે ભસ્મ થઈ જવાનો છે માટે કોઈ પ્રકારનું ઘમંડ કર્યા વગર જીવન જીવવું જોઈએ આ સંદેશો પણ એ દ્વારા આપવામાં આવે છે.

Home Page | Click Here |
Whatsapp Group | Click Here |