Signature bridge : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજની 92% કામગીરી પૂર્ણ થયેલ છે

Signature bridge : આમ તો રાજ્યના પ્રવાસન સ્થળોને ધ્યાનમાં રાખીને ઘણા બધા મહત્વના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે જેમાંથી રાજ્યના પ્રવાસન ની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ અમલમાં મુકેલા છે જેમાંથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ઓખા થી બેટ દ્વારકા ને જોડ તો સિગ્નેચર બ્રિજ ની કામગીરી 92% પૂર્ણ થઈ ગયેલ છે

ઓખા થી બેટ દ્વારકા Signature bridge

આપણે બધા જાણીએ છીએ તે મુજબ ઓખા થી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદથી જવું પડે છે પરંતુ પીએમ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સિગ્નેચર બ્રિજ બનાવવા માટે 978 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. ગુજરાતવાસીઓ અને પ્રવાસીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર ગણાઈ રહ્યા છે ત્યારે તે બ્રિજની વાત કરીએ તો ઓખા થી બેટ દ્વારકા વચ્ચે 2,320 મીટર ની લંબાઈના આ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. આ બ્રિજ માટે દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં કુલ 38 પીલોર ઉભા કરવામાં આવ્યા છે.

Signature bridge પ્રોજેક્ટની શરૂઆત

સિગ્નેચર બ્રિજ ડ્રીમ પ્રોજેક્ટ ની શરૂઆત માર્ચ 2018 માં શરૂ કરવામાં આવેલી હતી જે કામગીરી આજ સુધીમાં 92% પૂર્ણ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલી માહિતી મુજબ ઓક્ટોબર 2023 ના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે.

Signature bridge : વિશેષતાઓ

  • સિગ્નેચર બ્રિજની લંબાઈની વાત કરીએ તો તે 200320 મીટર રહેશે જેમાં 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.
  • 2452 મીટર એપરોજ રોડ ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ બનાવવામાં આવશે.
  • બ્રિજના મુખ્ય ગાળાની વાત લઈએ તો તેમની લંબાઈ 500 મીટર છે જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
  • વાહનોના પાર્કિંગ માટે ઓખા તરફ પાર્કિંગની વ્યવસ્થા બનાવવામાં આવશે.
  • 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન બ્રિજના મુખ્ય ગાળામાં મૂકવામાં આવેલ છે.
  • બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે જે ચાર માર્ગીય બ્રિજ છે જેમાં બંને બાજુ બે પોઇન્ટ 50 મીટરનો ફૂટપાથ બનાવવામાં આવશે
  • બ્રિજ ના ફૂટપાથ પર સોલાર પેનલ મૂકવામાં આવશે જેનાથી એક મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રિજ પર લાઇટિંગ કરવા માટે થશે અને વધારાની વીજળી ઓખા ગામ ની જરૂરિયાત માટે આપવામાં આવશે.
  • પ્રવાસીઓ માટે બ્રિજ પર કુલ 12 લોકેશન પર વ્યું ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.
  • રાત્રી દરમિયાન બ્રિજ પર ડેકોરેટિવ લાઇટિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવશે.
Signature bridge
Home PageClick Here
Whatsapp GroupClick Here

સિગ્નેચર બ્રિજ નો વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો

click here

Leave a Comment