Tesla in India : ટેસલા નામ સાંભળીએ એટલે અમેરિકા યાદ આવી જાય છે. ત્યારે આ ટેસ્લા કંપની ભારતમાં આવી રહી છે એવું સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે. આમ તો ડીલ ફાઈનલ જ સમજો. ભારતમાં જ બનશે પાંચ લાખ કાર.
ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે એલોન મસ્ક (Elon Musk)ની કંપની ટેસ્લા ભારતમાં(Tesla in India) લોન્ચ થશે અને આ અંગે ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે.
જેમનું દુનિયાભરમાં અમીર ઉદ્યોગપતિ માં બીજા નંબર ઉપર નામ આવે છે એવા એલોન મસ્ક (Elon Musk)ની કંપની ટેસ્લા ભારતમાં(Tesla in India) લોન્ચ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આમ જોઈએ તો ભૂતકાળમાં પણ ઘણી વખત તેની ચર્ચાઓ થયેલી છે પરંતુ દરેક વખતે મામલો અટકી ગયેલો હતો. હાલ જ ફરી એકવાર આ મંત્રણા શરૂ થઈ છે
ટૂંક સમયમાં જ ભારતમાં ટેસ્લા (Tesla in India)કારનું વેચાણ શરૂ થવાની સંભાવના
સમાચારના માધ્યમથી તમે જાણતા હશો તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને અમેરિકા ગયા હતા ત્યારે તેઓ ટેસલાના માલિક એલોન મસ્ક (Elon Musk) ને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળ્યા પછી પુષ્ટિ કરી કે તેઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે અને રોકાણ કરશે. આ વખતની મંત્રણામાં સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યા છે અને સરકાર ટેસ્લાના પ્રસ્તાવ ઉપર વિચારણા કરી રહી છે જો બધું વ્યવસ્થિત રહ્યું તો ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લા કારનું વેચાણ શરૂ થઈ છે.
ભારતમાં શું હશે ટેસ્લા કારની કિંમત.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કંપનીએ કહ્યું છે કે ભારત માટે સસ્તી ઇલેક્ટ્રીક કારનું ઉત્પાદન અને વેચાણ કરશે. ટેસલાની ઇલેક્ટ્રીક કાર ની કિંમત ભારતમાં માત્ર 20 લાખ રૂપિયા હશે. આ કિંમત પ્રારંભિક કિંમત હશે.
ફેક્ટરીમાં વર્ષે પાંચ લાખ ઈલેક્ટ્રિક કાર બનાવશે.
એલોન મસ્ક (Elon Musk) ટીમે ભારત સરકાર સાથે ફરી આ ચર્ચાઓ શરૂ કરી છે અને આ વખતે પ્રતિનિધિઓ દ્વારા સારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કંપનીએ સરકારને વર્ષે પાંચ લાખ ઇલેક્ટ્રીક કાર બનાવવા માટે ફેક્ટરી સ્થાપવાની દરખાસ્ત કરી છે. સાથે સાથે કંપનીએ તેમની કારની કિંમત વિશે પણ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તેઓ દેશમાં તેમની સસ્તી ઇલેક્ટ્રીક કાર લાવવાની વાત કરી રહ્યા છે આ માટે સરકાર સાથે મંત્રણા થઈ રહી છે.
ભારતમાં અમેરિકાની તુલનામાં સસ્તી મળશે ટેસ્લા કાર
અમેરિકામાં ટેસ્લા કારની કિંમતની વાત કરીએ તો લગભગ 35 થી 36 લાખ રૂપિયા છે તે જ સમયે આકાર ભારતમાં રૂપિયા 20 લાખમાં શરૂ થશે એટલે આમ જોઈએ તો અમેરિકાની સરખામણીએ ભારતમાં ટેસલા ના વાહનો 15 થી 16 લાખ રૂપિયા સસ્તા થશે એમનું કારણ એક એ પણ છે કે ટેસ્લા કંપની ભારતને મોટા બજાર તરીકે જોઈ રહી છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |