આપણે જાણીએ છીએ તેમ બધા દેશનું ચલણ અલગ અલગ છે. આપણા દેશનું ચલણ રૂપિયા(The Indian currency) હવે ઘણા દેશોએ વિનયમય માટે મંજૂરી આપી છે. જે ભારત દેશ માટે ખૂબ જ મહત્વની બાબત છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર દુનિયાના 64 જેટલા દેશો ભારત સાથે વેપાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે અને તે પણ આપણા ચલણ રૂપિયામાં.(in The Indian currency)
જો ભારતીય ચલણમાં બીજા દેશ સાથે વિનિમય ની મંજૂરી મળી જાય કે જે વિશ્વના 30 દેશો સાથે ભારતના રૂપિયામાં બિઝનેસ શરૂ થઈ જાય તો રૂપિયો આંતરરાષ્ટ્રીય મુદ્રા બની શકે છે.
શ્રીલંકા એ ભારતીય રૂપિયા(The Indian currency) ની આંતરરાષ્ટ્રીય મુદ્રા તરીકે મંજૂરી
શ્રીલંકા સરકારની વાત કરીએ તો તેમણે ભારતીય રૂપિયાને (The Indian currency)આંતરરાષ્ટ્રીય મુદ્રા તરીકે મંજૂરી આપી દીધી છે જેથી કરીને ભારત અને શ્રીલંકા વચ્ચે ભારતીય ચલણમાં વેપાર થઈ શકશે અને એટલું જ નહીં ભારતીય નાગરિક શ્રીલંકામાં પર્યટનની દ્રષ્ટિએ પણ ભારતીય ચલણનો ઉપયોગ કરી શકશે.
બીજા ઘણા દેશોએ રૂપિયાની (The Indian currency)મંજૂરી આપેલ
શ્રીલંકા એક એવું પહેલો દેશ નથી કે જેને આ રીતે ભારતીય મુદ્રા ને પોતાની ત્યાં માન્યતા આપી છે. આ પહેલા પણ ઘણા દેશોએ ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી ચૂક્યા છે. આ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયામાં ભારતીય રૂપિયાની બોલબાલા વધવા લાગી છે. હવે આપણે એમ કહી શકીએ કે ભારતીય ચલણ ડોલર અને પાઉન્ડને ટક્કર આપવાની તૈયારીમાં છે.
કેટલા દેશોએ ભારતીય ચલણમાં(The Indian currency) વિનિમયની મંજૂરી આપી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર દુનિયાનો 64 દેશ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા માટે ચર્ચાઓ કરી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ તો જર્મની, ઇઝરાયેલ જેવા મોટા દેશો સામેલ છે. પહેલીવાર યુરોપિયન યુનિયનમાં સામેલ દેશ જર્મની એશિયાના કોઈ ચલણ એટલે કે ભારતીય મુદ્રા રૂપિયા(The Indian currency)માં વેપાર કરવા માટે આગળ આવ્યો છે. 34 દેશ સાથે ભારતના રૂપિયા માં બિઝનેસ શરૂ થઈ જાય તો પછી રૂપિયો આંતરરાષ્ટ્રીય મુદ્રા બની જશે.
રશિયા અને શ્રીલંકાની સાથો સાથ ચાર આફ્રિકન દેશો તેના માટે ની મંજૂરી આપી ચૂક્યા છે. આ ઉપરાંત 17 દેશો એવા છે કે જેમણે વોસ્ટ્રો ખાતા ખોલ્યા છે. તે અન્ય દેશો સાથે રૂપિયામાં બિઝનેસ માટે અનિવાર્ય છે. આ 17 દેશોમાં બાર ભારતીય બેંકોને મંજૂરી આપવામાં આવી છે જે આ મુજબ છે ભારતીય સ્ટેટ બેન્ક, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેંક યસ બેંક અને idbi બેન્ક નો સમાવેશ થાય છે.
ભારતીય મુદ્રા ભારત શા માટે આગળ વધારે છે.
હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે અમેરિકન ડોલર દુનિયાનું સૌથી શક્તિશાળી ચલણ છે. છે વૈશ્વિક વેપારમાં તેમની કુલ હિસ્સેદારી 80% ની નજીક છે. આનો મતલબ એ થાય છે કે દુનિયા આખી માં થતા બિઝનેસમાંના 80% થી વધારે વિનિમય ડોલરમાં જ થાય છે. ભારત સહિતના દુનિયાના ઘણા બધા દેશ વિદેશી આયાત નિકાસ માટે ડોલર પર જ નિર્ભર રહેવું પડે છે. જો એમણે કોઈ બીજા દેશ પાસેથી કશું ખરીદવું કે વેચવું હોય તો ડોલરમાં ચૂકવણી કરવી પડે છે જેથી કરીને તેને દુનિયાનું સૌથી શક્તિશાળી ચલણ માનવામાં આવે છે. હવે તેમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે ઘણા દેશોએ ભારતીય ચલણમાં (The Indian currency) વિનિમય ની મંજૂરી આપી દીધી છે તેનાથી ડોલર પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય ચલણ રૂપિયો આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત બનશે. ભારતીય સાથે રૂપિયામાં વેપાર કરવામાં રસ ધરાવનાર મોટાભાગના દેશ વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે.
ભારત અને ભારતીયોને આનાથી શો લાભ થશે
- રૂપિયામાં ટ્રેડ થવાથી એક્સચેન્જ રેટનું જોખમ નહી રહે અને બિઝનેસમેન સારું બાળગીની કરીને સસ્તામાં ડીલ ફાઈનલ કરી શકશે.
- અન્ય દેશો સાથે વેપાર કરવા માટે ડોલર ખર્ચવા પડતા હતા જેના લીધે વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની ઘટ પડવા માંડી છે તેથી દેશના આર્થિક વિકાસ દરમાં પણ ઘટ્ટ પડે છે અને આપણું દેવું વધી જાય છે. પરંતુ અન્ય દેશો સાથે રૂપિયામાં વિનિમયથી ભારતીય વેપાર પર ઓછું જોખમ રહેશે.
- કાચા તેલ સહિત છે કોઈ ઉત્પાદન અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે તેની ચુકવણી રૂપિયાના માધ્યમથી કરવામાં આવશે. જેના લીધે દર વર્ષે જો ડોલર બચી જશે.
- વિદેશી મુદ્રા ની અસ્થિકતાની સામે સુરક્ષા મળશે.
- તેનાથી બિઝનેસ નો ખર્ચ પણ ઘટશે એને વેપાર સારી રીતે વિકાસ કરી શકશે
- ડોલર સહિત વિદેશી મુદ્રા ભંડાર રાખવાની જરૂરિયાત ઓછી ઊભી થશે. વિદેશી મુદ્રા ખાસ કરીને ડોલર પર નિર્ભરતા ઘટવાના કારણે ભારત પર બહારના પ્રભાવની ઓછી અસર થશે.
- રૂપિયામાં વેપાર વધઘટની સાથે જ આરબીઆઇ બેન્ક ભારતીય ચલણ માટે ખરીદદાર શોધવાની જરૂર નહીં પડે જેનાથી ભારતીય રૂપિયાની માંગમાં વધારો થશે.
- વિદેશી બેન્કોને કન્વર્ઝન ન મોકલવાના કારણે જે રકમ જમા થશે તે દેશની અંદર કામમાં આવશે.
- આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાના ઉપયોગથી આમ નાગરિકને પણ ઘણા લાભો થશે જેમાં મોટો લાભ મોંઘવારી સામે મળશે ઘણા બધા ઉત્પાદનો સસ્તા થઈ શકે છે. ભારત અને અન્ય દેશો વચ્ચે ઘણી બધી વસ્તુઓ ડ્રાયફ્રુટ્સ કોલસો દવાઓ ખાદ્ય તેલ નું વેપાર થાય છે જેમાં લાભ થશે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |