Thyroid

Thyroid symptoms : Thyroid થાઇરોઈડ ગ્રંથિ ના રોગો અને તેની સારવાર

article health

Thyroid : આજે તમને જણાવી રહ્યા છીએ તે થાઇરોડ ગ્રંથિ ના રોગો અને તેની સારવાર કઈ રીતે થાય છે. થાઇરોડ ગ્રંથિ આપણા ગળાના મધ્યમાં હડપચિ ની નીચે આવેલી હોય છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે તેમાંથી અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ નીકળતા હોય છે જે આપણા શરીરની ઘણી બધી ક્રિયાઓનું નિયમન કરતા હોય છે જ્યારે આ નિયમન ખોરવાય ત્યારે શરીરમાં રોગ પેદા થતો હોય છે .

થાઇરોડ (Thyroid ) મુખ્ય બે પ્રકારના અંતઃસ્ત્રાવ છોડે છે.

થાઇરોડ માંથી મુખ્યત્વે બે પ્રકારના અંતઃસ્ત્રાવ નીકળે છે તે છે t3 અને t4 જે આપણા શરીરમાં હૃદયના ધબકારા શ્વાસની ગતિ શરીરનું વજન મગજના કાર્યો સ્નાયુ ની તાકાત શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે અને સ્ત્રીઓ માટે માસિક ધર્મનું નિયમન પણ કરે છે આ ગ્રંથિ નું નિયમન આપણા મગજમાંથી મગજમાંથી એક ગ્રંથિ હોય છે તે કરતી હોય છે તે ટી એસ એચ નામના અંતઃસ્ત્રાવથી કામ કરતી.

Thyroid થી થતા મુખ્ય બે રોગ

થાઇરોડ થી મુખ્યત્વે બે પ્રકારના રોગ થાય છે એક થાઇરોઇડના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ વધવા અથવા તો ઘટવાથી થતા રોગ અને બીજો છે થાઇરોડના પણ પોતે ગાંઠ બનાવે તેનાથી થતો રોગ.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

થાઇરોડના (Thyroid) હોર્મોન વધવા ઘટવાથી થતા વિવિધ રોગો

થાઇરોડ ના હોર્મોન આપણા શરીરમાં ઘટી જાય તો વિવિધ પ્રકારના રોગ એ લક્ષણો જોવા મળે છે જેમ કે થાક લાગે છ. શરીર અને વાળ સૂકા થઈ જાય છે ધ્યાન કેન્દ્રિત કરવા માં તકલીફ પડે છે ત્યારે ઊંઘ પણ બગડે છે શરીર ભૂલી જાય છે.

જ્યારે થાઇરોડનું હોર્મોન વધી જાય તો પરસેવો ખૂબ વળે છે. હાથ ધ્રુજવા લાગે છે માથાના વાળ ખરી પડતા હોય છે સ્વભાવ ચિંતાતુર બને છે જ્યારે સ્ત્રીઓમાં ઘણી વખત માસિક ધર્મ લંબાઇ જાય છે છે.

રોગનું નિદાન.

થાઇરોડના હોર્મોન ઘટી અથવા વધી જાય તો વ્યક્તિની ફરિયાદ ઉપરથી જ ડોક્ટર નિદાન કરી લેતા હોય છે અને તેની લોહીના એક રિપોર્ટ થાઇરોડ પ્રોફાઈલ કરાવીને ચોકસાઈ કરતા હોય છે.

થાઇરોડ Thyroid ની ગાંઠ ના રોગો.

જ્યારે થાઇરોડ ગ્રંથિ પોતે કદમાં વધી જાય તો તેને ગોઈટર કહેવામાં આવે છે જે ઘણી વખત આયોડિનની ઉણપને કારણે થતો હોય છે ગોઈટર મોટેભાગે પર્વતીય તળેટીના વિસ્તારમાં રહેતા લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે કોબીજ વધારે ખાવાથી પણ તે થવાની શક્યતા ખૂબ વધી જાય છે છે.

થાઇરોડ ગ્રંથિમાં સોજો મુખ્યત્વે બે કારણોસર થાય છે તેમાંથી એક છે થાઇરોડ ગ્રંથિમાં ઇન્ફેક્શન થવાથી જેને ડીકવેરિયમ થાઇરોડાઇટિસ કહે છે તે ગળાના વાયરસના ઇન્ફેક્શનને કારણે થતો હોય છે.

બીજા કારણ ની વાત કરીએ તો થાઇરોડ ગ્રંથિના કણો પોતાની જ વિરુદ્ધ કામ કરે ત્યારે સોજો આવે છે તેને હોસિમોટોસ થાઇરોડાઇટિસ કહે છે.

થાઇરોડની ગ્રંથિ ના કોઈ કણમાં પાણી અથવા લોહી ભરાય તો થાઇરોડ ની સીસ્ટ બનતી હોય છે થાઇરોડ ના અમુક કણ ગુણકમાં વધવા લાગે તો ગાંઠ પણ પેદા કરતા હોય છે જે સાદી અથવા કેન્સરની પણ હોઈ શકે ગાંઠ શેની છે તે અંગેની ચોક્કસ જાણકારી મેળવવા માટે યોગ્ય નિદાન કરવું જરૂરી છે.

Thyroid ગાંઠ નુ નિદાન.

આવા દર્દીનું સૌથી પહેલા તો ક્લિનિકલ એક્ઝામિનેશન થાય છે જેમાં ગાંઠનું નિદાન થાઇરોડની ગ્રંથિને ગળામાં સ્પર્શીની કે ઘણા સંજોગોમાં બહારથી જોઈને થઈ શકતું હોય છે પણ અમુક સંજોગોમાં સોનોગ્રાફી વધારે સારી રીતે નિદાન કરી શકે છે . થાઇરોડની ગ્રંથિ ની ગાંઠની પ્રકૃતિ જાણવા માટે FNAC એટલે કે ગાંઠમાં સોય નાખીને પાણી ખેંચીને થતી તપાસ તપાસ કે જે 50% સાચું નિદાન આપતી હોય છે થાઇરોડ સ્કેન અમુક સંજોગોમાં મદદરૂપ થાય છે.

Thyroid સારવાર કઈ રીતે

થાઇરોડ ના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સની વધઘટ માટે દવાઓની જરૂર પડતી હોય છે. જે મોટાભાગના સંજોગોમાં જિંદગીભર લેવાની હોય છે છે અમુક સંજોગોમાં આયોડિન થેરાપી મદદરૂપ થતી હોય છે.

કેટલાક સંજોગોમાં ઓપરેશન કરવામાં આવે છે નાનામાં નાનું ઓપરેશન અડધી ગ્રંથિ કાઢી નાખવાનું હોય છે જો થાઇરોડ ગ્રંથિના એક ભાગમાં રોગ હોય તો તે એક જ બાજુની ગ્રંથિ કાઢવી પડે છે પણ જો બંને ભાગમાં હોય તો થાયરોડ ની આખી ગ્રંથિ કાઢી નાખવી પડે છે ઘણા સંજોગોમાં થાઇરોડની ગ્રંથિમાં કેન્સર હોય તો ગળાના ઘણા ભાગની સફાઈ પણ કરવી પડતી હોય છે.

થાઇરોડ ની સર્જરી ગળામાં ચેકો મૂકીને અથવા બગલમાં ચેકો મૂકીને અથવા તો મોઢામાં ચેકો મૂકીને કરી શકાય.

થાઇરોડ ગ્રંથિ ની અદ્યતન સારવારમાં સોનોગ્રાફીની મદદથી માઈક્રો એમ્બલેન્શનથી પણ ગાંઠની બાળી શકાય છે.

Thyroid
Home PageClick Here
Whatsapp GroupClick Here

ઉપર બતાવેલી તમામ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ કોઈ પણ રોગ માટે ડોક્ટરની સલાહ લેવી એ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *