Vishwakarma Yojana : કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિશ્વકર્મા યોજના ને મંજૂરી આપવામાં આવેલી છે જેમાં પાંચ ટકાના વ્યાજે લોન મળવા પાત્ર છે જેનો લાભ 30 લાખ કારીગર પરિવાર ના લોકોને થશે.
સ્વતંત્રતા દિવસ : Vishwakarma Yojana
સ્વતંત્રતા દિવસની સ્પીચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવાની વાત કરવામાં આવેલી જેમાંની એક યોજના એટલે કે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના આ યોજના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધારપૂર્વક કહ્યું હતું કે આગલા મહિનાથી જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે. જેમનું શરૂઆતનું બજેટ 13,000 થી 15 હજાર કરોડ રૂપિયા હશે આ યોજના અંતર્ગત નાના વ્યવસાયિક અને કારીગરો સાથે જોડાયેલા લોકોને મદદ કરવાની વાત કરવામાં આવી છે.
વિશ્વકર્મા યોજના
16 ઓગસ્ટ ના રોજ પીએમ મોદીની બેઠક યોજાઈ હતી જેમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પી એમ એ બસ સેવા ને મંજૂરી આપવામાં આવી છે તેમજ એક અન્ય યોજના કે જે વિશ્વકર્મા યોજના ને પણ મંજૂરી મળી ગઈ છે.
Vishwakarma Yojana નું બજેટ
13,000 કરોડ રૂપિયાના ખર્ચે પરંપરાગત શિલ્પકારો અને કારીગરોને સહકાર આપવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાન અંતર્ગત શરૂઆતમાં 18 પર પરાગત ઉદ્યોગો ધંધાઓનો સમાવેશ કરવામાં આવશે.
પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં સોનાર લુહાર વાણંદ કુંભાર ચણતર કરતા કડિયાઓ ધોબી ફુલ કામદાર માછલીની જાણી વણનાર શિલ્પકારો અને ચામડા જેવા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોની સામેલ કરવામાં આવશે અને તેવા લોકોને સહાય આપવામાં આવશે.
આ વર્ષના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ આ યોજના વિશે જાહેરાત કરી હતી આ અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ કારીગરોને તાલીમ આધુનિક ટેકનોલોજી નું જ્ઞાન બ્રાન્ડ નો પ્રચાર સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ કરવું ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કે જે કેન્દ્રીય આઈટી મંત્રી છે તેઓના કહેવા મુજબ આ વિભાગો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને એક નવું પરિણામ આપતા કેબિનેટે પીએમ વિશ્વકર્મા યોજના ની મંજૂરી આપી છે તેમણે એમ પણ કહ્યું કે આ વિભાગો કેવી રીતે વધુ કૌશલ્ય વિકસાવે અને નવા પ્રકારના સાધનો અને ડિઝાઇન વિશે માહિતી મેળવી તેના પર વધારે ધ્યાન આપવામાં આવશે. તેમણે આ યોજના હેઠળ ખરીદીમાં પણ સહાય આપવા માટેની જાહેરાત કરેલ છે.
સરકારના કહેવા મુજબ પીએમ Vishwakarma Yojana અંતર્ગત પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર આપીને કારીગરોને માન્યતા આપવામાં આવશે અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને માર્કેટ સપોર્ટ આપવામાં આવશે. આ અંતર્ગત આધુનિક સાધનો ખરીદવા માટે પણ સહાય આપવામાં આવશે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |