What is AI 2023. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? Do know the Artificial Intelligence ?

AI : હમણાં હમણાં તમે સોશિયલ મીડિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે એઆઈ 2023 વિશે ઘણું બધું સાંભળતા હશો અને ઘણી બધી માહિતીઓ તેના દ્વારા સોશિયલ મીડિયામાં મુકાઈ રહી છે જેમકે એઆઈ ઇમેજ થી જુદી જુદી વ્યક્તિઓની છબીઓ મૂકવામાં આવે છે.

આ લેખ દ્વારા અમે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું છે અને માનવ જીવન ઉપર તેમની શું અસર થશે એટલે કે ફાયદાઓ અને ગેરફાયદાઓ વગેરે જેવી બાબતો અહીં તમને જણાવવા માંગીએ છીએ.

કુદરતે આપણને ખૂબ જ સુંદર વસ્તુઓ આપી છે જેમાં સૌથી પહેલા આપણું જીવન આપણું પર્યાવરણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓની સાથે આપણે આપણા મગજનો ઉપયોગ કરી અને નવી નવી ઊંચાઈઓ સુધી પહોંચતા રહ્યા છીએ. જેમાંથી કુદરતની સૌથી શ્રેષ્ઠ ભેટ એટલે કે આપણું મન છે. જેના દ્વારા આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. માણસ આજે અન્ય ગ્રહ સુધી પણ પહોંચી ગયો છે અને તેમના અન્ય આવિષ્કારોની વાત કરીએ તો કોમ્પ્યુટર ફોન સ્પેસક્રાફ્ટ જેવી ઘણી બધી ટેકનોલોજી ની શોધ માણસે કરેલી છે

AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ કે મશીનને એવી રીતે બનાવવામાં આવે છે કે જે માણસનું કામ સરળતાથી કરી શકે. આ મશીનો એવી રીતે બનાવવામાં આવી રહ્યા છે કે તેઓ કોઈપણ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકે નિર્ણયો લઈ શકે, તેમાં સાચું ખોટું સમજી શકે ,વિઝ્યુઅલ ધારણા ,માણસોને ઓળખી શકે વગેરે

સરળ ભાષામાં સમજીએ તો મશીનને માણસની જેમ મન આપવામાં આવી રહ્યું છે જેથી તે માણસની જેમ નિર્ણય લઈ શકે.

હાલમાં પણ આપણી પાસે ઘણા બધા એવા મશીનો પણ છે જે ખૂબ જ સરળતાથી આપણું કામ કરી શકે છે પરંતુ તેમને સ્માર્ટ મશીન કહી શકતા નથી કારણ કે તે મશીનો દ્વારા માત્ર એટલું જ કામ થાય છે જેટલું આપણે તેમને સૂચન કરીએ છીએ. આ મશીનો પોતાની જાતે નિર્ણય લઈ શકતા નથી કે લોકોની ઓળખી શકતા નથી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉદાહરણ

ઉદાહરણ ની વાત કરીએ તો જો કોઈ મશીન માણસને ઓળખે તો તે મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે તે જ સમયે તમે માનવ રહિત વાહન અથવા માનવ રહિત વિમાન વિશે સાંભળ્યું જ હશે આ ટેકનોલોજી ની મદદથી આજના યુગમાં માનવ રહિત વાહન કે વિમાન ચલાવવું શક્ય બન્યું છે.

સ્થાપક : AI

જોન મેકકાર્થી કુત્રિમ બુદ્ધિ મતાના સ્થાપક હતા. તેમના અન્ય સાથીઓ માર્વિન મિન્સ્કી, એલનવેલ સાથે મળીને તેમણે કુત્રિમ બુદ્ધિ મતાની સ્થાપના કરી અને સંશોધન કર્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન શબ્દ જહોન મેક્કર્થી દ્વારા 1955માં બનાવવામાં આવેલ છે.

AI : ઇતિહાસ

વર્ષ 1956માં દાંત કોલેજમાં યોજેલ વર્કશોપ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ જ વર્ષ 1956 માં જોહન મેક્કાથી ડાર્ક માઉન્ટ કોલેજમાં આ વિષય પર એક વર્કશોપનું પણ આયોજન કર્યું હતું જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેના પર વૈજ્ઞાનિકો દ્વારા આજે પણ સંશોધન કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે જે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ.

મહત્વ અને ઉપયોગ

હાલના સમય મુજબ હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ, રિટેલ સ્પોર્ટ્સ સ્પેસ સ્ટેશન, બેન્કિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જરૂરી છે. આ તમામ ક્ષેત્રમાં આવા મશીનોની ખૂબ જ માંગ વધી રહી છે. કુત્રિમ બુદ્ધિ મતાની મદદથી મશીનો એવી રીતે બનાવવામાં આવે છે કે તેઓ પણ બુદ્ધિશાળી બની શકે અને માણસોને તેમના કામમાં મદદ કરી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનો વગર સરળતાથી કામ કરે છે

AI : તબીબી ક્ષેત્ર

તબીબી ક્ષેત્રમાં રિસર્ચ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને કામ ખૂબ સરળતાથી થઈ રહ્યા છે જેમાં એક્સરે રીડિંગ, તમારા વિવિધ કામોને યાદ અપાવવા અને રિસર્ચમાં મદદ કરવા જેવા કાર્યો કરવામાં આવે છે માત્ર આટલું જ નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) નો ઉપયોગ કરીને એવું મશીન બનાવવામાં આવ્યું છે કે જે માણસો પર પણ કામ કરી શકે છે આ ઉપરાંત વ્યક્તિને કઈ બીમારીથી પીડિત છે તે પણ શોધવામાં મદદ કરે છે.

AI : રમત ગમત ક્ષેત્ર

તબીબી ક્ષેત્રની જેમ રમતગમતમાં પણ તેમનો ઉપયોગ લેવાય રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ પ્લેની ઈમેજ કેપ્ચર કરવા ફિલ્ડ પોઝીશન અને સ્ટ્રેટેજી ઓપ્ટિમાઇઝ કરવા માટે પણ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી કેવી રીતે રમતને વધુ સારી રીતે રમી શકાય તેના રિપોર્ટની સાથે સાથે કોચને રમતની પણ રમતની વ્યૂહ રચના વિશે પણ સૂચના આપવામાં આવે છે.

બુદ્ધિશાળી રોબોટ્સ

કુત્રિમ બુદ્ધિ મતાની મદદથી રોબોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં સામાન્ય માણસોની જેમ તે વાત કરે છે. માણસ જે પ્રકારે ચહેરાના હાવ ભાવ વ્યક્ત કરે છે તેવી રીતે રોબોટ પણ પોતાના ચહેરાના હાવ ભાવ વ્યક્ત કરે છે. વર્ષ 2016 માં બનાવવામાં આવેલ સોફિયા નામનો રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ રોબોટ વ્યક્તિઓ સાથે વાત કરે છે અને ઘણા ઇન્ટરવ્યૂ પણ આપે છે.

આપણે પણ રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનીક નો ઉપયોગ કરીએ છીએ જેમાં IOS, Android અને વિન્ડોઝ મોબાઇલ આ ટેકનોલોજીના ઉદાહરણો છે. આ ટેકનિકની મદદથી તમે તમારા વોઇસ દ્વારા નેટમાં કંઈ પણ ટાઈપ કરી આવી ના સર્ચ કરી શકો છો.

વિવિધ પ્રકાર : AI

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કુલ મુખ્ય ચાર પ્રકાર છે. પ્રતિક્રિયાશીલ મશીનો, મર્યાદિત મેમરી, મનન સિદ્ધાંત અને સ્વ જાગૃતિ.

પ્રતિક્રિયાશીલ મશીનો

પ્રતિક્રિયાશીલ મશીનો એટલે એવા મશીનો જે આપેલ કામ સિવાય અન્ય કામ કરી શકતા નથી. જેમાં ડીપ બ્લ્યુ આઇબીએમ ના ચેસ રમતા સુપર કોમ્પ્યુટર અથવા ગેમ રમતા રોબોટ્સ પ્રતિક્રિયાશીલ મશીનોના ઉદાહરણો છે. આ મશીનો વર્તમાન પરિસ્થિતિ ઉપર પ્રતિક્રિયા આપી શકે છે એ જ સમયે જ્યારે કોઈ પરિસ્થિતિ વારંવાર આવે છે ત્યારે આ મશીનો તે જ રીતે કામ કરે છે.

મર્યાદિત મેમરી

મેમરી એટલે કે પૂર્વ પ્રોગ્રામ કરેલ જ્ઞાન અને અવલોકન દ્વારા કામ કરે છે એ જ સમયે મર્યાદિત મેમરીના ઉદાહરણ તરીકે ઓટોમેટીક કાર લઈ શકાય છે. જેમાં અગાઉથી જે સૂચનાઓ મૂકવામાં આવી હોય છે તેના આધારે તે કાર્ય કરે છે.

થીયરી ઓફ માઈન્ડ

આવનાર સમયમાં આ પ્રકારના મશીનો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે આવા મશીનો કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે વિશ્વના લોકોની લાગણીઓ અને વર્તનને પણ સમજી શકશે.

સ્વ જાગૃતિ

અત્યાર સુધીના સમયમાં વૈજ્ઞાનિકોએ આવું કોઈ મશીન તૈયાર કર્યું જ્યારે આવું મશીન બનાવવામાં આવશે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના અધ્યતન પ્રકારના મશીનમાં એક આ પ્રકારના મશીનો પોતાની અંદર રહેલી લાગણીઓને પણ ઓળખી શકશે જેને સ્વ જાગૃતિ કહીએ કે જે માણસની જેમ લાગણીઓને સમજશે.

AI : હકારાત્મક અને નકારાત્મક અસરો

વિશ્વમાં દરેક વસ્તુના ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે એવી જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ફાયદાઓ અને ગેરફાયદાઓ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ગેરફાયદાઓ

નોકરીઓમાં ઘટાડો થશે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માણસના જીવન પર સૌથી મોટી અસર નોકરી સંબંધી થશે જો એવું મશીન બનાવવામાં આવે કે જે માણસની જેમ વિચારવાની ક્ષમતા ધરાવે છે અને થાક્યા વિના કામ પણ કરે છે તો આવી સ્થિતિમાં આ મશીનોને લોકોની જગ્યાએ કામ પર રાખવામાં આવશે આમ કરવાથી આપણું સ્થાન મશીનો લઈ લેશે.

મશીનો પર વધુ નિર્ભર થશે : ટેકનોલોજી ના આગમનથી વ્યક્તિની અંદર આળસ આવી ગઈ છે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણું જીવન મશીનો પર ખૂબ જ આધારિત છે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિચારી શકે અને સમજી શકે તેવા મશીનો પણ આવશે ત્યારે આપણે વિચારવા અને સમજવા પર વધુ ભાર આપી શકીશું નહીં. કામ સરળતાથી અને ઝડપથી કરવાના ઇરાદે આપણે મશીનો પર નિર્ભર થતા જશે જેને કારણે વ્યક્તિની વિચારવાની ક્ષમતા ઘટતી જશે.

ભવિષ્યની પેઢી માટે હાનિકારક : આ ટેકનોલોજી ભવિષ્યની પેઢી પર ખૂબ જ ખરાબ અસર કરશે અત્યારે જ્યાં શાળાઓમાં પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ ત્યાં આજના સમયમાં પણ વિદ્યાર્થીઓ પાયાના પ્રશ્નો માટે કોમ્પ્યુટર પર આધાર રાખે છે અને મહેનત કર્યા વિના કોઈપણ પ્રશ્નનો જવાબ સરળતાથી મેળવી શકે છે. નારી પેઢી નવી ટેકનીક નો ઉપયોગ કરી અને તેઓ પોતાના મનનો ઉપયોગ બિલકુલ નહીં કરે.

ટેકનોલોજી નો વિડિયો જુઓ અહીં ક્લિક કરો

જાપાની ટેકનોલોજી નો વીડીયો જોવા ક્લિક કરો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદાઓ

નિર્ણય લેવાની ક્ષમતા : માણસની જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન કે રોબોટ ની અંદર નિર્ણય લેવાની ક્ષમતા પણ મૂકવામાં આવશે માત્ર મશીનોની અંદર લાગણીઓ મૂકવી અશક્ય છે. જે લાગણી વગર પોતાનું કામ કરશે અને તેને કારણે ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે.

થાક્યા વગર કામ કરવામાં મદદરૂપ : કોઈપણ મશીન થાક્યા વિના સતત કામ કરી શકે છે માટે કોઈપણ કાર્ય જલ્દી પૂરું કરી શકાય છે જ્યાં મનુષ્ય માત્ર આઠ કલાક જ કામ કરી શકે છે તે સમયે મશીનો દિવસ અને રાત નોન સ્ટોપ કામ કરે છે.

જોખમી કાર્યમાં ઉપયોગી : એવા ઘણા કામો છે જે મનુષ્ય કરવા માંગે છે પરંતુ તેમાં રહેલા જોખમને કારણે તે થઈ શકતા નથી. એ જ સમયે આવા મશીનોના આગમનથી આવા જોખમી કાર્ય પણ થઈ શકે છે જે મનુષ્ય માટે જોખમી હોય છે. એવા ઘણા સ્થળો છે કે જ્યાં આપણે જઈ શકતા નથી પરંતુ આ મશીનો ત્યાં સરળતાથી જઈ શકે છે.

 AI
Home PageClick Here
Whatsapp GroupClick Here

1 thought on “What is AI 2023. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? Do know the Artificial Intelligence ?”

Leave a Comment